________________
[૧૭]
વાત્સલ્યનિધિ સંઘનાયક ન કરવો જોઈએ. કેમ કે યાત્રામાં એનો દોષ નથી હોતો. વળી, ડળીનો પણ ઉપગ કરી શકાય છે. ન કરવાનો આગ્રહ ન રાખવો ને ઉપયોગ કરવો જોઈએ. પણ તબિયતને અંગે વિહાર વેળાસર કર ઉચિત છે. અને અમારી દૃષ્ટિએ તે અમદાવાદ કરતાંય મુંબઈ જવું વધુ ઠીક લાગે છે. ત્યાં જેવાં ડૉકટરો ને સાધનો હોય, એવાં અમદાવાદમાં ન હોય. વ. વ.”
' સાંજે ખુમચંદ રતનચંદ, કુલચંદભાઈ તથા તેમના દીકરા રમણભાઈ, સાંતાક્રુઝ સંઘના પ્રમુખ વગેરે આવ્યા. એ વખતે શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજને સાંતાક્રુઝ ચોમાસું કરાવવાનું નક્કી થતું હતું. એ વાત સાંભળીને એમણે ખુમચંદજીની ગમ્મત કરતાં કહ્યું : “કસ્તુરસૂરિને સાંતાક્રુઝ લઈ જાવ, ને મને કહો કે આપ પાલિતાણા ચોમાસું કરે ને ડેમનું કાર્ય કરાવો. હું પણ આપની સાથે રહીશ. પણ હવે મને ને કસ્તુરસૂરિને બંનેને કેમ સાચવશો? મુંબઈ રહેશે કે પાલિતાણું રહેશે ?”
ખુમચંદજી કહેઃ “સાહેબ! બંને જગ્યાએ થોડે થોડો લાભ લઈશ.”: બીજી પણ ઘણી વાતો કરી. માગશર વદિ ૧૧ :
વહેલી સવારે પ્રતિક્રમણમાં હું ‘કુમતિ એમ સકલ દરે કરી એ સીમંધર સ્વામીની ઢાળ બેલ્યો. એમાં–
સ્વામી સીમંધરા ! તું જ.” અને મુજ હજે ચિત્ત શુભ ભાવથી, ભવભવ તાહરી સેવ રે;
યાચીએ કોડી યતને કરી, એક તુજ આગળ દેવ રે.” –આ કડી ખૂબ આત્મમસ્તીથી, ગદગદ સ્વરે બે વાર તેઓ બોલ્યાં.
અહીંથી આજે ફેદરા આવ્યા. અહીં અમદાવાદ-પાંજરાપોળેથી શ્રી રામસિંગ ચૌધરી તથા શ્રી મધુભાઈ રતિલાલ વગેરે વંદન કરવા આવ્યા. એમને કહેઃ “આ ફેદરો ને ખડળમાં એક એક જ ઘર છે. પણ આઠ મહિનામાં હજારથી બારસો સાધુસાધ્વીઓની ભક્તિ આ લોક કરે છે. એમને ગેરરી-પાણી વહોરાવે, તેય ભક્તિથી. વળી ડોળી કે માણસની જરૂર પડે તે તેય આ લોકો કરી આપે. માંદા પડે તો ડોકટર લાવીને દવા કરાવે. બધું જ કરે. પાણી તો વળી ક્રૂરથી ગાડામાં મંગાવવું પડે છે. આટલું કરે છે, છતાં એમના મનમાં અભાવ નથી. એ તો કહે છે કે “અમને તે આ જ માટે લાભ છે. આ જ ખરે અમારો ધર્મ છે.”
તમે બધા શેઠિયાઓ અમદાવાદમાં બંગલાઓમાં બેઠા રહો, તેમાં તમને શી ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org