________________
[૨૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ શ્રીસંઘના કામ માટે મુહૂર્તો કાઢી આપવામાં તેમ જ દરેક પ્રસંગે માર્ગદર્શન આપવામાં કઈ દિવસ પિતાની તબિયતની પરવા કરેલ નથી. તેઓશ્રીને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે. તેઓશ્રીને આત્મા તે અત્યારે દેવલોકમાં બિરાજમાન થઈ ગયું હશે, પણ આપણને તેમની મહાન ખોટ પડી છે. શાસનદેવ સૌને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
અમેએ અત્રે તેમની પાછળ પૂજા–પ્રભાવના તથા જીવદયામાં સારી એવી રકમને સદુપયોગ કરેલ છે.
શ્રી કોઠ જૈન સંધને ઠરાવ જૈન શાસનના અણમોલ રત્ન, ગચ્છાધિપતિ, જ્યોતિષમાર્તડ, શિલ૫વિશારદ, પરમપૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અત્રેના સંઘે ખૂબ જ આઘાત અનુભવ્યું છે અને સારાયે સંઘમાં શોકની તીવ્ર લાગણી પ્રસરી છે. સમગ્ર જૈન સંઘમાં ન પુરાય તેવી બેટ પડી છે. શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
પૂજ્ય આચાર્ય ભગવંતના ગુણગાન ગાવાની અમારી શક્તિ નથી. ગુણોના સમુદ્ર સરીખા પૂ. ગુરુભગવંત હજુ છ દિવસ પહેલાં જ અત્રે પધારેલા અને અમારા શ્રીસંઘના દરેક પ્રશ્નમાં ઊંડો રસ લઈ અમોને માર્ગદર્શન આપેલ. તેઓશ્રી આમ અચાનક ચાલ્યા જશે તેવી કલ્પના પણ ક્યાંથી હોય? પૂજ્ય ગુરુ ભગવંતને અમારા કેઠ સંઘ પ્રત્યેને પ્રેમ અવર્ણનીય જ હતો. તેમને ઉપકાર કેમ ભુલાશે?
પૂજ્ય આચાર્ય ભગવંતના માનમાં સમગ્ર ગામે પાખી પાળી હતી, અને શ્રદ્ધાંજલિ સમપી હતી.
શ્રી ગોધરા જૈન સંઘનો ઠરાવ સમસ્ત ગોધરા વીશા નીમા જૈન સંઘ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીનંદનસૂરીશ્વરજીના અચાનક કાળધર્મ પામ્યાના સમાચાર જાણી આઘાત અને અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. સદ્દગત આચાર્યશ્રીના આ સંઘ ઉપર અનંત ઉપકાર છે, એટલું જ નહિ પરંતુ, ભારતવર્ષની સમસ્ત જૈન જનતાના તે અનંત ઉપકારી હતા અને તેમના અવસાનથી કદાપિ પૂરી શકાય નહિ તેવી ખોટ જૈન સંઘ અનુભવે છે. અને શાસનદેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે, કે, સદ્દગત આચાર્યદેવને ચિર શાંતિ અને સદ્દગતિ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org