________________
[૫૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ મહાપુરુષમાં આવડત હતી. તેઓ નીડર પણ હતા; કેઈની વાતોમાં આવીને દબાઈ જવાનું એમના સ્વભાવમાં જ ન હતું. સ્પષ્ટવક્તા તરીકેના ગુણથી તેઓનું જીવન સભર હતું. તેઓની સાધના પણ ઉરચ કોટિની જોવામાં આવતી હતી. બધા ઉપર એકસરખો પ્રભાવ અંત સમય સુધી ચાલુ રહ્યો હતો. અંતસમયે સિદ્ધાચલ બાજુ પ્રતિષ્ઠા માટે જતાં તગડી મુકામે આપણુથી સદાને માટે જુદા થયા, પણ ગુણોની સુવાસ મુકતા ગયા. ચાલતા ચાલતા ચાલ્યા ગયા; પ્રયાણ પણ સિદ્ધાચલ બાજુનું હતું.
એકેકું ડગલું ભરે, સિદ્ધાચલ સામે જેહ; * “રૂષભકહે ભવ કોટિનાં, કર્મ અપાવે તેહ. આ ઉક્તિને આ મહાપુરુષે સાચી પુરવાર કરી બતાવી એમ લાગે છે. એમનું આ પ્રયાણ મહાપ્રયાણ જ ગણાય. અને તેમાં પણ સોનામાં સુગંધ જેવું એ બન્યું કે શ્રી શત્રુંજય ગિરિરાજના સેળમાં ઉદ્ધાર પછી આશરે સાડા ચારસો વર્ષ બાદ દાદાની ટૂંકમાં બનેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા જેવા અપૂર્વ મહોત્સવની ઉજવણી કરાવવા તેઓએ પ્રયાણ કર્યું અને એવી ઉત્તમોત્તમ ભાવના ભાવતાં ભાવતાં જ મહાપ્રયાણ કરી ગયા, એમણે અનેક પ્રતિષ્ઠા કરાવી, અનેક પ્રતિષ્ઠાનાં મુહૂર્તો આપ્યાં અને છેવટે પ્રતિષ્ઠાના પથે જતાં જતાં જ ચાલ્યા ગયા, એ એક શુભ ગ નહિ તે બીજું શું? આ તો અતિ શુભ ગ જ કહેવાય !
એ મહાપુરુષ ભલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, પણ તેઓનાં કાર્યોની સુવાસ મૂકતા ગયા; તે કાયમ અમર રહેશે, એમાં કઈ સંશય જેવું નથી.
ચોરાશી બંદરનો વાવટો લેખક- પ. પૂ. આ. શ્રી વિજ્યયશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય, પરમકૃપાળુ, આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે સ્થૂલ સ્વરૂપે આપણી વચ્ચે નથી. તેઓ ચાલ્યા ગયા !
જ્યારે મહાપુરુષ-મહાન સાધુ પુરુષે-આપણી વચ્ચેથી આમ અચાનક ચાલ્યા જાય, ત્યારે આપણને એમની આવી વિદાય ખૂબ વસમી થઈ પડે છે, સહન કરવી ભારે થઈ પડે છે. અને જેની ખોટ સમાજને કે સમગ્ર સંઘને સાલે, જેની વિદાય સમાજ માટે એક ન પુરાય તેવી ખોટરૂપ બને, એનું જ નામ મહાપુરુષ.
આવા એક મહાપુરુષ હતા શ્રી નંદનસૂરિ મહારાજ. એમના ગયા પછી આપણે, સંઘે અને સમાજે બાર મહિનાના ટૂંકા ગાળામાં અનેક વાર એમની ખોટ અને એમના અભાવનાં પરિણમે અનુભવ્યાં છે. અને અનેક વાર મનમાં થઈ આવે છે કે, તેઓ હેત તે આ કાર્ય અવશ્ય થાત, તેઓ હોત તે આનું આવું પરિણામ આવી જાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org