________________
પ્રશસ્તિ લેખો તથા કાવ્ય
[૫૫] ઉચ્ચ કોટિની ભાવનાવાળા જ્યોતિર્ધર લેખક–પ. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ મહાન તિર્ધર હતા; સાથેસાથે આગમેના ઊંડા જ્ઞાતા પણ હતા. પિતાનું વ્યક્તિત્વ અનેખું હોવા છતાં સરળતા, મધુરતા આદિ અનેક ગુણોથી તેઓનું જીવન ફૂલેલા ફૂલ જેવું સુગંધમય હતું.
गुणाः गच्छन्ति दूतत्व' दृरेऽपि वसतां सताम् ।
केतकीगंधमाघ्रातु स्वय' यान्ति हि षट्पदाः ॥ ગુણો દૂતનું જ કામ કરે છે; ભલે સંત પુરુષ દૂર હોય પણ કેતકીના ગંધને ગ્રહણ કરવાને માટે સ્વયં ભમરાઓ આવે છે તેમ, આ મહાપુરુષ ભલે આપણુથી દૂર બેઠા હોય, છતાં તેઓના ગુણની સુવાસ ભારતના ખૂણે ખૂણે ફેલાયેલી હોય છે. કોઈ પણ પ્રતિષ્ઠા, દીક્ષા વગેરે ઉત્સવનું શુભ મુહૂર્ત આ મહાપુરુષ કાઢે એટલે મહારછાપ મળી કહેવાય એવું એમનું વ્યક્તિત્વ હતું.
અમારા પંજાબકેસરી શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અને શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વાત્સલ્યભર્યું વાતાવરણ ચાલ્યું આવે છે, તેમાં કોઈ શંકા જેવું નથી. શ્રી વિજયનંદનસૂરિ મહારાજ અને તેઓના વડીલો સાથે લાંબા સમયનો સંપર્ક હોવાથી અમારા માટે આ મહાપુરુષનો ધર્મ સ્નેહ ગાઢ હતો. સમાજનાં કોઈ પણ કાર્યોમાં દૂચ જેવું જણાય ત્યારે તેઓ એકબીજાની સાથે પરામર્શ કરી, જરૂરી સલાહસૂચના આપતા અને જટિલ પ્રશ્નોને ઉકેલી આપતા. તેઓએ પોતાના વડીલેની માફક, અમારા ઉપર ચાલુ સમયે પણ તે જ મીઠે સંબંધ જાળવી રાખ્યો હતો. આવા મહાન જ્યોતિર્ધર અમારી વચ્ચેથી વિદાય થયા તે ક્ષતિ ન પુરાય તેવી મેટી છે. આચાર્યો માટે “સંબંધ સત્તરીમાં કહ્યું છે કે –
तित्थयरसमो सूरी सम्मं जो जिणमयं पयासेइ ।
आणाइ अइक्कतो सो कापुरिसा न सप्पुरिसा ॥ જે આચાર્ય જિનમતનું સારી રીતે પ્રકાશન કરે તેમને તીર્થકર સમાન કહ્યા છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને સત્પરુષ નહીં પણ કાપુરુષ જ સમજ.
આ મહાન જ્યોતિર્ધર પણ જિનેશ્વરના શાસનને ઉન્નત કરવાની ઉરચ કેટિની ભાવનાવાળા હતા, એમાં સંદેહ જેવું નથી–અમને તેઓના પરિચયથી આ વાત જણાય છે. તેમની સાથે અનેક વાર મધુર મિલન થયું છે. નાના-મોટા સૌને પ્રિય, મધુર, અર્થથી સંકલિત, શાસ્ત્રાનુસાર, આગમાનુસાર અને સમયને ઓળખીને વાત કરવાની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org