________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે
[૨૪૩] સમજું છું. આપશ્રી મારા તરફથી ખાતરી રાખશે કે જેટલી ભક્તિ ગુરુજીની કરી, તેવી જ ભક્તિ આખા સમુદાયના સાધુઓ માટે કરતો રહીશ. (સાબરમતી (અમદાવાદ) તા. ર૩-૧-૭૬)
૫. શ્રી ભાલચન્દ્ર દયાશંકર કવીશ્વર–આ પત્ર લખતાં હાથ, કલમ અને કાળજું એકીવખતે કંપી ઊઠે છે, ઇન્દ્રિય મૂછિત થઈ જાય છે, ક્યાં છીએ એનું ભાન રહેતું નથી. આપણે બધા જાણે નષ્ટસર્વસ્વ થઈ ગયા હોઈ એ એવા બની ગયા છીએ. હું તે એંજિનમાંથી છૂટેલા અને ગતિવાળા ડખા જે જ થઈ ગયો છું. આ કાગળ પણ એ જ સ્થિતિમાં લખું છું. કૃર કૃતાન્તને દયા હોતી નથી. ‘તત તાજી દર્શન નિધિધરઅતિ જરૂયઃ pifજનાં સમગ્ર સ્વ-પર શાસ્ત્રોનો સમુદ્ર સુકાઈ ગયે. જ્યોતિષશાસ્ત્રને પ્રાણ ચાલ્યો ગયો. સાહિત્યશાસ્ત્રનું સરોવર અદશ્ય થઈ ગયું. આપણે તે આશ્વાસન, ધર્મ વગેરેનો ખજાનો ખોવાઈ ગયો. આધ્યાત્મિક કલ્પવૃક્ષ ઊડી ગયું. સૂર્ય અસ્તગત થઈ ગયો. હું આવો થઈ ગયો તો તમારી શી દશા હશે ? અરે રે ! આચાર્ય ભગવંત આપણને આકાશમાં અધર છોડી દઈને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. આશ્વાસન આપવામાં અત્યારે દર્શનશાસ્ત્રોનું ભયંકર દેવાળું દેખાય છે. ગૌતમસ્વામીજી સાંભરે છે. આચાર્ય ભગવંતની પ્રેમાળ મૂર્તિ નજર આગળ તર્યા કરે છે. આખા જગતનો આ જ રસ્તો છે. ભૌતિક શરીર તો જવાનું જ છે, પણ જીવનમાં કરેલાં સત્કર્મો, પુણ્ય કાર્યો અને પવિત્ર ધર્મકાર્યો જ જગતમાં અતિકાન્ત આત્માના યશઃશરીરને અમર બનાવે છે. એ શરીર સત્યેરણા દ્વારા જગતનું કલ્યાણ કરે છે. આચાર્ય ભગવંતે આજીવન ધર્માચરણ કર્યું છે અને જીવનોત્તર સમયમાં પણ પોતાનાં કાર્યો દ્વારા જગતને સન્માર્ગદર્શન કરાવી રહ્યા છે. એમની તિરોધાનજન્ય ખોટ પુરાય એવી નથી જ. બોટાદ જન્મભૂમિ અને બોટાદ મહાભિનિષ્ક્રમણભૂમિ!
दलति हृदय गाढोद्वेग', द्विधा न तु भिद्यते, वहति विकलः काया मोह, न मुश्चति चेतनाम् । ज्वलयति तनूमन्तर्दाहः, करोति न भस्मसात्, प्रहरति विधिम मच्छेदी, न कृन्तति जीवनम् ॥
હવે તો કંઈ જ ગમતું નથી. ખાસ કરીને રાતે તો ગતિમાં અસ્થિરતાને અનુભવ થાય છે. મારું અહોભાગ્ય કે પૂ. આચાર્યવર્યના મને છેલ્લે છેલ્લે (અમદાવાદમાં) દર્શન થયાં. નીકર તે હું જિંદગી હારી જાત. “જિfપ : , સૌ વાચ
દતિ | તત તથ વિમપિ ', જે દિ થી પ્રિત જનઃ ” આ ‘કિમપિ દ્રવ્ય ગયું. હવે તો તમારું મંડળ જ એક આશ્વાસન રહ્યું. સૌને યથાગ્ય વંદન. (ખંભાત; તા. ૧-૧-૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org