________________
[૪૪].
આ. વિનંદનસૂરિ-સ્મારગ્રંથ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડે એચ. સી. શાહ–ઘણું જ આઘાત સાથે જણાવવાની રજા લઉં છું કે, પૂ. શ્રીમદ્દ નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તા. ૩૧-૧૨ના રેજ અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામ્યા છે, તેવા સમાચાર પેપરમાં વાંચી અને ઘણું જ દુઃખ થયું છે. સારાયે જૈન સમાજમાં પૂજ્યશ્રીના અવસાનથી સન્નાટો છવાઈ ગયે છે, અને ન પુરાય તેવી ખોટ પડી છે. અને જૈન સમાજ પાંગળો થયો છે. તેમનું સદા હસતું મુખારવિંદ તથા અલૌકિક પ્રભાવશાળી વ્યક્તિત્વ વર્ષો સુધી યાદ આવ્યા કરશે. તેમના જૈનધર્મ વિષે અપૂર્વ ઊંડા અભ્યાસ તથા તારણથી જૈનધર્મનું વધારેમાં વધારે વિસ્તરણ કરેલ છે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરેલ છે. પૂજ્યશ્રીના પરમપવિત્ર ચારિત્રપૂત મહાન આત્માને ચિરશાંતિ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. (ખેડા તા. ૧૩-૧-૭૬ )
પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી–પૂ. ગુરુદેવના નિર્વાણથી આપે તો શિરછત્ર, કહે કે સર્વસ્વ ગુમાવેલ છે. મેં પણ પૂજાસ્થાન અને વિશ્રામસ્થાન-બંને ગુમાવ્યાં છે. શાસને આધારસ્તંભ ગુમાવ્યા છે, પૃથ્વાસ્થાન શાસનનું ખોવાયું છે. અમે ધંધુકા આવ્યા તેની પાછળ કઈ સંકેત જ હશે કે છેલ્લે છેલ્લે તેમણે મારું લખાણ સાંભળી લીધું. અને અમદાવાદથી વિહાર કરતાં તેઓ મારે ત્યાં પધાર્યા પણ ખરા. (અમદાવાદ) તા. ૬-૧-૭૬)
શ્રી હઠીચંદ જે. દેશી-પૂ. પ્રાતઃસ્મરણીય સ્વ. વિજયનંદનસૂરીશ્વરજીના દેહનિધન થવાનો વિગતવાર છાપેલ હેવાલ મળ્યો. વાંચી તે ક્ષણે ત્યાં હાજર હોઈએ તેવો અનુભવ થયે. સદગતના નિધનથી જૈન સમાજ, અનેક સંસ્થાઓ, સાધુસમુદાયે, આપણે બધા, અંગત રીતે વધતેઓછે અંશે રાંક બન્યા છીએ. ખરું જોતાં, છેલ્લાં બે-ત્રણ વર્ષોથી તેમની તબિયતે ઘણી નોટિસ આપી હતી. એટલે અમુક અંશે આ બનાવને આઘાત ઝીલવાની માનસિક ક્ષમતા અજાણપણે પણ આવી ગઈ હશે; નહિતર આવી જવી જોઈતી હતી. પણ, માનવીની સહનશક્તિ એટલી ઓછી છે કે આવા બનાવો જ્યારે બને ત્યારે આઘાતઅને તે અવર્ણનીયર્ન આપે તો આપણે માનવ ન રહીએ. છતાં એ મનની દુર્બળતા ફેંકી દઈ, તેમના માર્ગે જવામાં, તેમનું જીવન ખૂબ પ્રેરણાદાયી હતું. આપણા આખા આયુષ્યમાં ન ખૂટે તેવી પ્રેરણના ઝરણાં સમાન તેમનું જીવન હતું તેની ખાતરી જેમ જેમ વખત જશે તેમ તેમ થતી જશે. તેમના અનેક ઉપકારે યાદ કરીને ગદ્દગદ થઈ જવાય છે. પ્રભુ, તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના ગુણરાશિમાંથી કંઈક મેળવવાની લાયકાત અર્પે તે પ્રાર્થના. (ભાવનગર, તા. ૮-૧-૭૬ ).
શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ–આજે સવારના “મુંબઈસમાચાર પેપર હાથમાં લેતાં જ પહેલાં પાના ઉપર પરમ ઉપકારી, પરમ કૃપાળુ, વાત્સલ્યમૂર્તિ આચાર્ય ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org