________________
ગુણાનુવાદ સભાએ તથા હરાવે
[ ૨૪૭ ]
સ્વભાવ કદાપિ ભૂલી શકાય તેમ નથી. તેઓશ્રીની ચિરવિદાયથી સમાજને માટી ખાટ પડી છે. ( અમદાવાદ; તા. ૩-૧-૭૬ )
ક્રિયાકારક શ્રી ભાઈલાલભાઈ દિલગીરી સાથે લખવાનુ` કે ગુરુદેવના વિરહથી આ આત્મા ભારે દુભાય છે. રાત-દિવસ એ થાય છે કે છેવટની ઘડીએ યાદ પણ ન આપી. જેની આપણે જરૂર છે તેની દેવલાકમાં પણ, એટલે પરલાકમાં પણ, જરૂર છે. અને તેમ છતાં, મને વિશ્વાસ છે કે, જ્યારે જ્યારે કાઈ ગૂંચ આવશે ત્યારે સ્વપ્નમાં પણ ગુરુ આવી જરૂર જવાબ આપશે. આપ સૌને ઘણા જ આઘાત થયા હોય તે તો સ્વાભાવિક છે. વળી તગડીથી બેટાઇ સુધી ડાળીમાં ગુરુજીને લઈ ગયા અને મુનિ શ્રી શીલચન્દ્રવિજયજી જેવા સુકલડી સાધુ તેમની સાથે પચીસ માઈલ જેટલે વિહાર કરીને સાથે ગયા તે જ દેખાડી આપે છે કે ગુરુ પ્રત્યે તેમની અણનમ કેવી ભક્તિ અતરમાં પડી હશે! હવે ગિરિરાજની પ્રતિષ્ઠા આપણે કરવાની રહી, અને માર્ગદર્શક ગુરુ વિના કરવી પડવાની. શાસનદેવ આપણને સહાય કરશે અને આ કાર્ય નિર્વિઘ્ને પાર પડી જશે. ( અમદાવાદ; તા. ૭-૧-૭૬)
વકીલ વીરચંદ ગારધનદાસ-પરમપૂજ્યપાદ મહાન ઉપકારી ગુરુ મહારાજશ્રી આચાર્યદેવ શ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજ સાહેબના શ્રી તગડી મુકામે કાળધર્મ પામ્યાના અચાનક દિલગીરીભર્યા સમાચાર મળતાં અમેા ખૂબ જ દિલગીર થયા છીએ, પૂજ્યશ્રીના ગુણા, તેઓશ્રીના અમારા પ્રત્યેના માયાળુ પ્રેમ, લાગણી સંભારતાં હૃદય ભરાઈ જાય છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી ન પૂરી શકાય એવી ખેાટ આપણને પડી છે. ( પાલીતાણા; તા. ૨-૧-૭૬)
૫. શ્રી છીલદાસ કેસરીચંદ સંઘવી પૂ. નેમિસૂરિ મ. સા. જતાં જે ખાટ નહાતી લાગી તે હવે પ્રતિદિન પ્રતિસમય ખાઇ લાગ્યા જ કરવાની. તેઓશ્રીનુ વાત્સલ્ય સામે તરવર્યા જ કરે; કદી ભુલાય તેમ નથી. ( ખંભાત; તા. ૫–૧–૦૬)
શ્રી રસિકલાલ એન. કારા-શાસનનાયક તપાગચ્છાધિપતિ સૌમ્યમૂર્તિ ૫. પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર તા. ૩૧-૧૨-૭૫ ના રાતના જાણવા મળ્યા. દિગ્મૂઢ બની ગયા. મનની મનમાં રહી ગઈ. તા. ૧૫-૧૨-૭પના લુધિયાના આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને મલ્યા હતા. તેઓએ સ્વ. ગુરુદેવને ખૂબ યાદ કરેલા, અને કહેલું કે, અમે પંજાબમાં દૂર રહ્યા પણુ, તમે યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને મલતાં રહી માર્ગદર્શન મેળવા. હવે કોની પાસે માર્ગદર્શન લેવુ ? પાલિતાણામાં કોન્ફરન્સને સાથ આપ્યા, ૨૫૦૦મા નિર્વાણુ મહાત્સવ પ્રસંગે ખૂબ સમયસર માર્ગદર્શન આપ્યુ. પાલિતાણાના પ્રતિષ્ઠા પ્રસગના તે પથિક અન્યા. આવું સમયદશી માર્ગદર્શન હવે કાણુ આપશે ? ( મુંબઈ; તા. ૮–૧–૭૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org