________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭૫] આ પછી શ્રી રતિભાઈએ નંદિસૂત્રનાં વ્યાખ્યાનના પુસ્તક માટે લખેલી પ્રસ્તાવના મેં વાંચવા આપી. એ વાંચીને કહેઃ “રતિભાઈ કેવું સરસ લખે છે ! આપણને તે આવી કલ્પનાય ન આવે.”
માગશર વદિ ૮:
વહેલી સવારે ભાયલામાં સાધુઓ વાંદવા આવ્યા, ત્યારે કહેઃ “પિષદશમનાં ત્રણ એકાસણાં આજથી શરૂ કરવાનાં. મોટા મહારાજના વખતમાં અમે બધા સાધુઓ કાયમ પિષદશમ કરતા. ખુદ મોટા મહારાજ પોતે કરે, પછી બીજુ કશુ ન કરે? એક વાર તે વિહારમાં બધાએ ત્રણે એકાસણાં ઠામચોવિહાર કરેલાં. એક જ વાર હોં. બાકી તે કાયમ ત્રણ એકાસણાં કરવાનાં, અત્યારે કેણ કરે છે?”
છેવટે, ત્રણ મુનિઓએ એકાસણના પચ્ચકખાણ લીધાં, એટલે ખૂબ ખુશી થયા. કહેઃ “ત્રણ તે નીકળ્યા કરનારા !” - ભાયલાથી આજે કઠ આવ્યા. ત્યાં અમદાવાદથી રામજી ફેટા લઈને આવ્યો. એ જોઈને પૂછયું : “શેના ફેટા છે?” મેં કહ્યું : “પાંજરાપોળથી વિહાર કર્યો તે વખતના છે.” એટલે કહેઃ “પછી જોઈશું.”
પછી ડૉકટર છોટુભાઈ આવ્યા. ખૂબ આનંદથી વાત કરી. તબિયત ઘણી સરસ રહી હોવાનું ડોકટરને કહ્યું. પછી કહેઃ “હવે મારી તબિયત જેવા વલભીપુર આવવાનું છે ને ?”
બપોરે કોઠવાળા ભાઈઓએ વિનતિ કરીઃ “ગુદી ને ભાયલામાં વૈયાવચ્ચ અંગે કાંઈક કાયમી યોજના કરી આપો.”
એ અંગે શ્રી સૂર્યોદયસૂરિજીને બોલાવી, વિચારણા કરીને નક્કી કર્યું કે “૧૫૦ રૂ.ની એક તિથિ, એવી તિથિઓ બને એટલી નોંધવી; એના વ્યાજમાંથી આ કાર્ય કરવું.”
સાંજે હું ગયે, ત્યારે મને કહેઃ “અલ્યા! તારી તે આખી એક માળા ગણીએ તોય તારાં દર્શન દુર્લભ છે ! શું કર્યું આ દિવસ?” મેં કહ્યું : “લખતા હતા, સાહેબ !”
પછી મને રૂ. ૧૫૦)ની તિથિવાળી વાત કરીને કહેઃ “પ્રબોધચંદ્રને મારા નામે આ તિથિ માટે લખજે કે મહારાજજીએ ખાસ લખાવ્યું છે. એ ઘણું તિથિ કરાવી લાવે એવી શક્તિવાળો છે.”
અમે રોજ સાંજે બહાર ઠલ્લે જતા. આજે કહેઃ “આજે તમને ઠલે બહાર નથી જવા દેવાના દરે જવું હોય તો જજે, ઠલે નહિ.”
રે! આ લાગણીનું ઝરણું આજે ક્યાં મળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org