________________
[૧૭૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ માગશર વદિ ૯-૧૦:
આજે ગુદી આવ્યા. નિશાળમાં ઉતારો હતો. સવારે અમે ઠલ્લે જઈને આવ્યા. તે વખતે બહાર ચોગાનમાં તડકે બેઠા હતા. એક પડખે નિશાળના વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાતા હતા ?
ભક્તિ કરવી તે ના ડરવું દુરિજન (દુજેને) લોકથી રે...”
આ ભજન સાંભળીને તેઓ ખૂબ રાજી થયા હતા. ભજન પૂરું થયું ને શિક્ષકે વિનતિ કરી કે બાળકોને ઉપદેશની કાંઈક વાત કહે. એટલે લાગતું જ મને પૂછ્યું :
આ છોકરીઓને ઉપદેશ આપવાનો છે, તું આપીશ?” મેં ના કહી, એટલે કહેઃ “આને વાંધે જ આ છે.”
પછી શ્રી સૂર્યોદયસૂરિજીને કહ્યું. તેમણે બાળકોને બે શબ્દો કહ્યા. એ પછી નિશાળ શરૂ થઈ. . આ પુણ્ય પુરુષના મનમાં સદા બાળકો તરફ અપાર પ્રીતિ રહેતી. એમને વિચાર આવ્યો કે બાળકોને કાંઈક વહેંચાય તો સારું. તરત ડાહ્યાભાઈને બેલાવ્યા, સૂચના કરી. ડાહ્યાભાઈ પણ કાબેલ હતા. એમણે થોડીક જ વારમાં પેંડા-ચવાણું મંગાવી લીધું અને નિશાળના તેમ જ ગામના મળીને ૪૫૦ બાળકોને એ વહેંચી આપ્યું. બાળકોને રાજી રાજી થતાં જોઈને એમનું અંતર પણ ઠર્યું".
ગોચરી વાપરતાં વાપરતાં, એકાસણું કરવા બેઠેલા શ્રી નંદીઘોષવિજયજીને કહેઃ “તારે કાંઈ લાવવું હોય તે કોઈને ન કહેતા. મને કહેજે. શરમાતો નહિ. હું લાવી દઈશ. ભૂખ્યા ન રહેવું.” - ગોચરી પછી હું બહાર આંટા મારતો હત; એ જોઈને કહેઃ “અલ્યા, તું તે સ્વાથી છે. એક એક આંટા મારે છે તે મને કહે તો ખરે, મારેય આંટા મારવા છે.” પછી સાથે પધાર્યા, આંટા માર્યા. મારા હાથમાં પુસ્તક-કાગળિયાં જોઈને પૂછેઃ
આ શું છે?” મેં કહ્યું : “બૂટેરાયજી મહારાજના ચરિત્રની પ્રસ્તાવના લખવાની છે, તેનું સાહિત્ય છે.” આમ કહીને મેં થોડીક પ્રસ્તાવના લખેલી, તે એમના હાથમાં આપી. એને છેડેક અંશ વાંચીને મને પાછી આપતાં કહેઃ “હવે તારું હિંદી સરસ થઈ જશે.”
બપોરે શેઠ નરોત્તમભાઈ માયાભાઈ સકુટુંબ આવ્યા. તેમની પાસેથી પ્રતિષ્ઠા અંગેની આગળની માહિતી મેળવી. વળી, વિરોધીઓથી દમ નહિ ખાવાની ને મક્કમ રહેવાની સૂચના પણ આપી.
આ પછી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી ઉપર તેમની તબિયતને અંગે કાગળ લખાવ્યા. એમાં ખાસ સૂચન લખ્યું કે તમારી તબિયત આવી છે, તે તમારે કમુરતાંનો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org