________________
વર્તમાનપત્રા અને સામયિકાની અલિ
જ્યેષ્ઠ આચાય
પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે તા. ૩૧મી ડિસેમ્બરે સાંજે ૫-૧૫ વાગે ધકા પાસેના તગડી મુકામે કાળધર્મ પામ્યા છે. તેઓશ્રી જૈનશાસનના સૌથી વધુ વૃદ્ધ અને જ્યેષ્ઠ આચાયૅ હતા.
પાલીતાણામાં થનારી પ્રતિષ્ઠા પ્રસગે અમદાવાદથી વિહાર કરીને તેએ પાલીતાણા જઈ રહ્યા હતા.
૭૭ વર્ષ પહેલાં, વિક્રમ સવત ૧૯૫૫ (ઈ. સ. ૧૮૯૯ )માં, સૌરાષ્ટ્રના એટાદ ગામમાં એમના જન્મ થયા હતા. શાસનસમ્રાટ પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સત્સંગથી તેમણે વિક્રમ સવત ૧૯૭૦માં દીક્ષા લઈને પૂ. મુનિશ્રી ઉયવિજયજીનુ શિષ્યપદ મેળવ્યું હતું. દસ વર્ષીમાં સાંગેાપાંગ વિદ્વત્તા અને પરિપૂર્ણ શાસ્ત્રજ્ઞાન સંપાદન કર્યા બાદ ૪૫ આગમસૂત્રેાના ચાગાહન કરાવી વિ. સ. ૧૯૮૦માં પન્યાસપઢ અને સ. ૧૯૮૩માં તેમને આચાર્ય પદ પ્રદાન થયું હતું.
૨૮ વર્ષની યુવાન વયે તેમણે આચાર્ય પદ મેળવ્યુ' એ એક અસાધારણ વિશિષ્ટ ઘટના હતી. એ ઘટનાએ ખતાવી આપ્યુ કે જૈન શાસનમાં ઉંમરનુ` નહીં પણ, લાયકાત અને ગુણવત્તાનું મહત્ત્વ વિશેષ છે. નિરહંકાર સરલ વૃત્તિ અને અખંડ ગુરુભક્તિ એ અન્ને એમનાં વિશિષ્ટ ગુણા હતા. પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સમગ્ર જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રમણ સંઘમાં પ્રમુખ આચાર્ય હતા. તે જ્યાતિષ ( મુહૂત ) અને શિલ્પશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાતા હતા. ભારતભરના જૈન સધા દ્વારા થતાં ધાર્મિક શુભ કાર્યોનાં શુભ મુહૂર્તો તેઓશ્રી પાસેથીજ લેાકા મેળવતા હતા.
દીક્ષાનાં દર વર્ષ અને આચાય પદ્મનાં ૪૯ વર્ષમાં જૈન શાસન અને જૈન સ`ધની તેમણે અવિશ્રાંતપણે સેવા કરી હતી.
ગુજરાત સમાચાર (દૈનિક ), અમદાવાદ; તા. ૧-૧-૧૯૭૬ ન પુરાય તેવી ખાટ
જૈન શાસનઉદ્ધારક અને આજના વિદ્યમાન તમામ જૈનાચાર્ટીમાં સશ્રેષ્ઠ જ્યેષ્ઠ આ. પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ ધંધુકા પાસે તગડી મુકામે આજે કાળધર્મ પામ્યા છે,
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org