________________
સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ
[૧૯] પાસે પાંચ વાગે-અરાબર સમયે-આવી પહોંચી હતી. આ સમયે લેકનું રુદન પરાકાષ્ટાએ પહયું હતું. અશ્રુભીનાં નયનોએ પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા શાહ જયંતીલાલ હરગોવિંદદાસે અંતિમ સંસ્કારવિધિ લોકેના ગગનભેદી નાદ, પુષ્પવૃષ્ટિ સાથે બરાબર પ-૨૦ મિનિટે કરી હતી. આ સમયે જીવદયાન લગભગ સાતેક હજાર અને પૂજ્યશ્રીને પાલખીમાં પધરાવવા, દવે, ધૂપ વગેરેનો ફાળો વીસેક હજારનો થયો.
અત્રેના સંઘે આવનારા મહેમાનની ભક્તિ માટે રસોડું ૧૧ વાગ્યાથી શરૂ કરી દીધું હતું. સ્મશાનયાત્રામાં જોડાવવા માટે અમદાવાદ પાંજરાપોળ આદિની ચાર, ખંભાતથી બે, મહુવાથી એક એમ સ્પેશ્યલ બસો આવી હતી. સાવરકુંડલાના યુવાનોની પણ એક બસ આવેલ. બાકી તો મુંબઈથી અમદાવાદ થઈ વિમાનમાગે અને ભાવનગર થઈ વિમાનમાગે ૫૦થી ૬૦ની સંખ્યા અને ટ્રેઇન, મેટા પ્રમાણમાં મોટો, મીનીકારો, એસ. ટી. દ્વારા હજારોની માનવમેદની આવી હતી. મહુવા, કુંડલા, ભાવનગર, પાલીતાણા, જેસર, તળાજા, ખંભાત, વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, અમદાવાદ, મુંબઈ, સુરેન્દ્રનગર, કઢ, બાવળા, લખતર, લીંબડી, વીંછીયા, પાળીયાદ, ચુડા, રાણપુર અને જોરાવરનગર આદિ શ્રીસંઘના અનેક આગેવાનો આવ્યા હતા. છેલ્લે છેલ્લે ચુડાથી આજે વહેલી સવારે વિહાર કરી, રાણપુરમાં આ સમાચાર સાંપડતાં, સતત ૨૮ માઈલન વિહાર કરી સાધ્વી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી ઠાણાં પાંચ પણ દર્શન કરવા માટે ચાર વાગે આવી પહોંચ્યાં હતાં.
આવેલા આગેવાનોમાં અમદાવાદથી પેઢીના પ્રતિનિધિઓ શેઠ શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી, શ્રી ચંદ્રકાન્ત બકુભાઈ શ્રી આત્મારામ ભેગીલાલ સુતરીયા, શ્રી મનુભાઈ ઘડીયાળી, શ્રી નરેન્દ્રભાઈ ઝવેરી, શ્રી નરોત્તમભાઈ મયાભાઈ, શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી સુમતીલાલ પોપટલાલ અને શ્રી રસીકલાલ મોહનલાલ; મુંબઈના આગેવાને શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી રમણલાલ નગીનદાસ દીલ્હીવાળા, કોન્ફરન્સના મંત્રી શ્રી જયંત એમ. શાહ, શ્રી ખુમચંદ રતનચંદ જેરાજી, ભાવનગરથી શેઠ શ્રી રમણીકલાલ ભેગીલાલ વગેરે આગેવાનો; પાલીતાણાથી સેમચંદ ડી. શાહ, કનકબેન કાંકરીયા વગેરે અનેક આગેવાને જુદા જુદા આવ્યા હતા.
આમ સકળ સંઘનાં ભાઈ-બહેનો ભારે હૃદયે સમી સાંજે સૌ સૌનું સાધન પકડી વિદાય થયા હતા.
– જૈન (સાપ્તાહિક), ભાવનગર, તા. ૩-૧-'૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org