________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરા
[૨૫] મદદરૂપ થતાં. કોઈ પણ મુહૂર્ત—પછી એ પ્રતિષ્ઠાનું, મંદિરનું કે બીજા ધર્મકાર્યનું હોય, એમાં મહારાજશ્રી પ્રતિષ્ઠિત અને ન્યાયી ગણાતા. ૬૨ વર્ષ સુધી દીક્ષા પાળી, ૫૦ વર્ષ સુધી અચાર્યપદે રહ્યા. નાની ઉમરે દીક્ષા લીધી. એમને અભ્યાસ અને શુશ્રષા એવી હતી કે, સૌકઈમાં સુવાસ ફેલાતી. પરિણામે તેમના પ્રત્યે લોકોને અતિપ્રેમ હતો. પિતાને સાચું લાગે એ જ તેઓ કરતા.
આચાર્ય શ્રી ભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, ગુણ વિના કઈ કેઈની પાસે જતું નથી. જેનાં સાધનો સારાં એનું સાધ્ય સારું હોય છે. તેઓ વટવૃક્ષ જેવા હતા. સૌ એમના સાનિધ્યમાં બેસી વાસક્ષેપ લઈ આનંદ પામતાં. જીવનમાં તેઓએ નીતિને પાળી છે. નીતિને હંમેશા વળગી રહેજે–એ તેમનો અંતિમ સંદેશ છે. ભલભલા માણસને ચકિત કરી દે એવી તેમની આરાધના હતી. જૈન સંઘ પાસે બધું છે પણ
એકત્વની ખામી છે. એકત્વ હશે તે ગમે તેવી કટોકટીને હૂર કરી શકીશું. - હાઈકોર્ટના જજ શ્રી સાંકળચંદ શાહ અને સેલ્સટેક્ષના જજ શ્રી. એ. કે. શાહે જણાવ્યું હતું કે, મહારાજશ્રીએ અડિખમ ચારિત્ર્યશીલ જીવન અને શાસનને સુંદર આગેવાની પૂરી પાડી છે. સંઘ તેમનું સ્મારક કરે.
પંન્યાસ શ્રી મિત્રાનંદવિજયજી ગણિ, ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી, આ. શ્રી મહિમાપ્રભસૂરિજી, મુ. શ્રી પ્રમોદસાગરજી, મુ. શ્રી રાજયશવિજયજી મહારાજે પણ સ્વર્ગસ્થના ગુણાનુવાત કર્યા હતા.
આ ઉપરાંત શ્રી કાંતિલાલ ઘીયા, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી જયંતીલાલ એમ. ઝવેરી તથા પં. મફતલાલ ગાંધીએ મહારાજશ્રીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. - અંતમાં શ્રી ચંદ્રકાંતભાઈ સી. ગાંધીએ મહારાજશ્રીને અંજલિ આપીને નીચે મુજબ ઠરાવ રજૂ કર્યો હતો
ઠરાવ પરમપૂજ્ય, તીર્થોદ્ધારક, શાસનસમ્રાટ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. પ્રશાંત સ્વભાવી આચાર્ય દેવ વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, પરમપ્રભાવક, ન્યાયવિશારદ, બહુમાન્ય, આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પાલીતાણા ગિરિરાજ ઉપર નવા નિર્માણ થયેલ નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા જતાં તગડી મુકામે, વિ. સં. ૨૦૩૨ના માગસર વદ ૧૪, તા. ૩૧-૧૨-૭૫ બુધવારના રેજ પ-રપ મિનિટે કાળધર્મ પામતાં જૈન શાસનને એક શાસનમાન્ય દીર્ઘદ્રષ્ટા, સદા શાસનહિતચિંતક, તિષ, ન્યાય, શિલ્પ, આગમ આદિ શાસ્ત્રોના વિદ્વાન મહાપુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org