________________
( ૨૦૪ ]
પ્રશસ્તિ શ્રદ્ધાંજલિ બની !
પરમપ્રભાવક સઘનાયડ
[ આ લખાણ થોડા વખત પછી પ્રગટ થનાર “ન દિસૂત્રનાં પ્રવચને” નામે પુસ્તકમાં આપવા માટે મેં લખ્યું હતું. આ પુસ્તકમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસુરીશ્વરજી મહારાજે ખંભાતમાં આપેલ અને સૌજન્યશીલ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચ દ્રવિજયજી મહારાજે સંગૃહીત-સંપાક્તિ કરેલ વ્યાખ્યાને આપવામાં આવ્યાં છે. આચાર્ય મહારાજના ગુણસંપન્ન અને શક્તિસભર વ્યક્તિત્વના ખ્યાલ આપતી પ્રશસ્તિરૂપ આ લખાણ લખાયા પછી દસ દિવસે જ તેને સ્વર્ગવાસ થયા અને આ પ્રશસ્તિને શ્રદ્ધાંજલિરૂપે પ્રગટ કરવાના વખત આવ્યા અને કુદરતી કરુણતા જ લેખવી જોઈએ !] - લેખક
--
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ
સાધુતા જ્યારે વેશના મહિમાના સીમાડા ઓળગીને વિચાર, વર્તન અને વાણી સાથે એકરૂપ બને છે, ત્યારે એ જીવનસ્પશી બનીને માનવીને કોઇક અનેાખા સુખ અને આનંદના અધિકારી બનાવે છે. આ સુખ અને આનંદ અંતરની ગુણવભૂતિ અને ગુણગ્રાહક વૃત્તિમાંથી પ્રગટ થતાં હાવાથી એને બાહ્ય સામગ્રી કે આડખરી આળપ‘પાળનુ દાસપણું નથી વેઠવું પડતું. જીવનસાધના આગળ વધતાં આ સ્થિતિ જ સાધકને એક ખાજી સચ્ચિદાનંદમય દશા તરફ દોરી જાય છે; બીજી બાજુ વિધવાત્સલ્યના રાહના યાત્રિક બનાવે છે. સમગ્ર વિશ્વને પેાતાનુ મિત્ર કે કુટુંબ બનાવવાના ઉદ્દાત્ત અને સમંગલકારી ધ્યેયને વરેલી સાધના, એ જ સાચી સાધુતાને પામવાને રાહ છે અને એ રાહના પુણ્યયાત્રિક બનવા માટે ભગવાન તીર્થં કરે સમભાવલક્ષી અહિંસા, સયમ અને તપની કેડીઓ અતાવી છે.
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન'દનસૂરિજી મહારાજ ભગવાન તીર્થંકરે ઉધેલ માક્ષમાના આવા જ એક પુણ્યપ્રવાસી અને શ્રમશ્રેષ્ઠ સંઘનાયક છે. સમતાભરી સાધુતાની સાધનાની આભા તેના સમગ્ર જીવનવ્યવહાર ઉપર, ચંદ્રની શીતળસુ'દર ચાંદનીની જેમ વિસ્તરેલી જોવા મળે છે. અને તેથી એમના પરિચયમાં આવનાર કાઈ ને પણ, એમનામાં પ્રગટ થએલી સહિષ્ણુતા, વત્સલતા, કરુણા, સ્વસ્થતા, કલ્યાણવૃત્તિ વગેરે ગુણાની વિભૂતિના સહજપણે આહલાદકારી દર્શન થાય છે.
Jain Education International
પૂજ્યપાદ સ્વસ્થ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિક્રમની વીસમી સદીના જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેનુ વ્યક્તિત્વ અસાધારણ તેજસ્વી હતુ' અને અતિ વિરલ કહી શકાય એવા આંતર અને ખાદ્ય પ્રભાવ અને પ્રતાપ એમની આસપાસ સદા કાળ રેલાયા જ કરતા હતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યના તા જાણે તે સાક્ષાત્ અવતાર જ હતા. તેઓ જ્યાં પણ બિરાજતા હોય ત્યાં ધર્મશાસનની પ્રભાવનાનું અને ધર્મના રક્ષણ તથા પાષણનું કાઈ ને કાઈ નાનું-માટું કામ ચાલતુ જ રહેતું હતું અને ભાવિક જના એમાં ઉલ્લાસથી ભાગ લેતા જ રહેતા હતા. એ સૂરી
For Private & Personal Use Only
www.jainelibrary.org