________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૮૭] એટલે કહેઃ “આજે ખવડાવ. હું અહીં બેઠો છું. ગોળ ને તેલ મંગાવીને એને ખવડાવી દે. પછી જ હું અંદર જઈશ.”
સમિયાએ ગોળ-તેલ મંગાવ્યાં, તે તેઓશ્રીની નજર સમક્ષ ખવડાવ્યાં. પછી તેઓ અંદર પધાર્યા.
ગોચરી પછી મુનિ જિનચંદ્રવિજ્યજીને કહેઃ “કેમ ડોહા ! બરાબર વાપર્યું છે ને? ગમે છે ને મારી સાથે? કહેજે હો. નહિ તો તમારા ગુરુ (યશોભદ્રસૂરિ) મને ઠપકો આપશે કે મારા ચેલાને મહારાજે ન સાચવે !
એ બપોરે તેઓ એમની ભક્તિ કરવા આવ્યા, ત્યારે ગમ્મતમાં કહેઃ “કેમ, અત્યારે દબાવવા આવ્યા એટલે હવે સાંજે નથી આવવાનું ?” જિનચંદ્રવિજયજી કહેઃ “ના ના, આ તો અત્યારે મન થયું એટલે આવ્યું. સાંજે તો દબાવવાનું જ.” એટલે કહેઃ “લ્યો દબાવો ત્યારે. આપણે ફાયદો થયો !”
બપોરે બરવાળાથી ચંદુભાઈ આવ્યા. એમની જોડે તગડી માટે વૈયાવચ્ચની વ્યવસ્થાની વાત કરી. કહેઃ “કાલે બરવાળા આવીએ ત્યારે વાત.”
અમદાવાદથી રામજી ટપાલ વગેરે લઈને આવ્યો. તેમાં એક તાર હતા તે મને વંચાવતાં કહેઃ “આ તાર રાજીમતીશ્રી ઉપર છે. દિવ્યશ્રીજી સાથ્વી બોરસદ કાળ કરી ગયાં છે, એવું લખે છે.” મેં તાર વાંચીને કહ્યું: “સાહેબ ! આવું ક્યાં છે? આ તો દિવ્યશ્રીજીએ રાજીમતીશ્રીજી ઉપર કરેલો તાર છે.” એટલે તાર પાછો બરાબર વાં. કહેઃ “ઓહો ! આજે આવું થઈ ગયું ! ભૂલ થઈ !”
આ પછી આકરૂના ડો. કિશોરભાઈ આવ્યા. તેઓ જૂના પરિચિત હતા. તેમની જોડે વાત કરી. પિતાની તબિયતની વિગતો કહી. મને બોલાવીને કહેઃ “આજે બિકોઝાઈમ આપવાનું ભૂલી ગયો ને? લાવ, લઈ લઉં.” મેં આપી, તે લીધી. રેજ એ યાદ કરીને આપવી પડતી, ત્યારે આજે પિતે યાદ કરીને લીધી.
આ પછી ઉપાશ્રયની દેખરેખ રાખનારે વિનતિ કરી “પડખે નવો હૌલ બંધાયે છે, તે જેવા પધારે. એટલે પોતે દાંડે લઈને બહાર આવ્યા. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજી, શ્રી દુર્લભસાગરસૂરિજી વગેરેને બોલાવ્યા: “ચાલ, મારી સાથે.” બધાને લઈને નવા હોલમાં ગયા. હૌલ જો. માપ કરાવ્યું. એસ્ટીમેટ પૂછી લીધે. હોલમાં ફરતાં ફરતાં ખૂણામાં કઢી થતી હતી. તે જોઈને પૂછયું : “આ શું થાય છે?” ડાહ્યાભાઈ કહેઃ “કઢી ઊકળે છે.” એટલે કહેઃ “કઢી જેમ ઊકળે એમ મીઠી થાય.”
બધું જોઈને પાછા આસને પધારી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org