________________
[૧૩૬]
આ વિનિનસૂરિ સ્મારકગ્રંથ એટલે અંશે પણ લોકોમાં ધર્મની ભાવના તે છે ને ! ભલે એ ઇતર હોય, પણ કામ તો ધર્મનું છે ને ! ધર્મની આવી ભાવના છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વિજયવંતી જ છે અને રહેવાની છે.”
આ સહિષ્ણુતાના પરિણામે એમનામાં સમન્વયવાદી દૃષ્ટિનો સોળે કળાએ વિકાસ થયેલે. એમનું વ્યાખ્યાન એટલે પાતંજલ યોગદર્શન, ભગવદગીતા, મનુસ્મૃતિ વગેરેના સિદ્ધાન્તોને જૈન સિદ્ધાન્ત સાથે રસપ્રદ સમન્વય. એમની આ સમન્વયવાદી દષ્ટિથી જૈનેતરે એમનાથી ખૂબ પ્રભાવિત થતા.
સહિષ્ણુતાનું બીજુ મધુર ફળ એમને “અનાગ્રહભાવના વરદાનરૂપે મળ્યું હતું. એમના એક પણ વિચારમાં, એક પણ પ્રવૃત્તિમાં ખોટ આગ્રહ જોવા ન મળત. “મારું એ જ સાચું એમ નહિ, પણ સાચું હોય તે મારું” આ ભાવના એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધબકતી.
વિવેકશીલતા, એ એમના સ્વભાવની આગવી વિશેષતા હતી. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે તેઓ વિવેકની પાળ બાંધી દેતા. અને એ પછી કરેલી પ્રવૃત્તિ ક્યારેય અનાદર ન પામતી.
જ્યારે મારે હાથે સૂરિસમ્રાટનું જીવનચરિત્ર લખાતું હતું, ત્યારે એમાં કેટલીક ઘટનાઓ એવી હતી, જે બની ત્યારે એનું ખાસ મૂલ્ય હતું, પણ અત્યારે એનું કઈ જ મૂલ્ય ન હતું; એથી ઊલટું એ ઘટનાઓને અત્યારે યાદ કરવાથી નિરર્થક વિવાદો જન્મે એવી શક્યતા હતી. આ સંયોગોમાં એમની વિવેકશીલતાને લાગ્યું કે “એ ઘટનાઓ જીવનચરિત્રમાં દાખલ ન થવી ઘટે. એ વાતને અમલ કરવામાં આવ્યો. એનું પરિણામ એ આવ્યું કે એ જીવનચરિત્રને આવી ઘટનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પણ આદર આપ્યો.
આત્મીયતા અને સહૃદયતા એમના સ્વભાવનાં અભિન્ન અંગો હતાં. એમની આત્મીયતાને લીધે એમનો દેવી પણ એમનો ભક્ત અથવા પ્રશંસક બની જતો. અને સહદયતાને લીધે વિદ્વાનો, સજજનો અને વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બનેલા લોકો એમનો આદર કરતા. સંસારના કલેશ-કંકાસથી બન્યાઝન્યા જીવને શાંતિને દમ આપે, એનું નામ સાધુ. તેઓશ્રીની વત્સલતા, આત્મીયતા અને સહૃદયતા એમની આ પ્રકારની સાધુતાને પ્રગટ કરતી.
ગુણપક્ષપાત–ગુણાનુરાગ માટે તેઓ સર્વત્ર ખ્યાત હતા. પિતાના સમુદાયનાં કે અન્ય સમુદાય કે ગ૭નાં સાધુ-સાધ્વીના હાથે શાસનપ્રભાવનાનાં સત્કાર્ય થયાં સાંભળે તે તેઓ ખાસ અનુમોદના કરતા અને કહેતા : “આનામાં આવાં કાર્યો કરવાની ખૂબ સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org