________________
[૧૪]
આ. વિ.નાનસૂરિ સ્મારકગ્નથ લઈ એ છીએ, ત્યાર પછી આપણા જીવને કલેશ ને સંતાપ ઓછો થઈ જાય છે, દુઃખમાં પણ માનસિક શાંતિ ને સ્વસ્થતા ચેકસ અનુભવાય છે.”
જનસાધારણમાં વ્યાપેલી આ શ્રદ્ધાને લીધે એમની પાસે લોક સતત આવતા રહેતા. રવિવાર કે બેસતે મહિને હોય ત્યારે તે લોકોનું પૂર ઊમટતું. અને તેઓ પણ પૂરી પ્રસન્નતાથી, સૌને પૂરે સંતોષ થાય એ રીતે, આશીર્વાદ-વાસક્ષેપ આપતા અને મંગલાચરણ સંભળાવતા.
પરીક્ષાના દિવસોમાં એક પણ પરીક્ષાથી બાળક એમની પાસેથી નિરાશ થઈને ન જતું. તેઓ પ્રેમથી બોલાવીને એમને વાસક્ષેપ નાખી આપતા.
નાનાં નાનાં બાળકે–ભૂલકાંઓ પ્રત્યે તેઓ અપાર વાત્સલ્ય દાખવતા. કેઈની પાસે ન જનારાં બાળકો એમની પાસે આવીને નિરાંતે બેસી જતાં, વાસક્ષેપ નંખાવતાં. એવાં બાળકો સાથે આનંદ કરતાં એમને જેવા, એ પણ એક લહાવો હતો.
એમના વ્યાખ્યાનમાં પણ વિશ્વાત્સલ્યની ભાવના છલકાતી. મિત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યય ભાવના પર વિવેચન કરતી વખતે તેઓ ખૂબ ભાવવિભેર અને પ્રસન્નમુખ બની જતા.
આ વાત્સલ્યના ઘૂંટડા જેમણે પીધા એ લાભી ગયા. વાત્સલ્યના આ સમુદ્રમાં જેમણે સ્નાન કર્યું, તેઓ નિર્મળ બની ગયા.
સરળતા અને કુટિલતાનો તફાવત તિથિપક્ષની કટ્ટર વ્યક્તિઓની કાર્યપદ્ધતિ એવી છે કે જ્યારે જ્યારે સંવત્સરીમાં ભેદ આવવાનો હોય ત્યારે તેઓ વરસ-બે વરસ અગાઉથી જ પ્રચારની કાર્યવાહી શરૂ કરી દે. આ કાર્યવાહી બેધારી હોય છે. શરૂઆતમાં તિથિપ્રશ્નનું સમાધાન કરવાની વાતે શરૂ કરે, એ માટે ખાસ માણસે પણ ફેરવે; અને પછી ધીમે ધીમે એ વાતે ચાલુ રાખીને જ, પિોતે સાચા ને પરંપરાવાળા બેટા, એવી માન્યતા વ્યક્ત કરતા લે-હેન્ડબીલે પ્રગટ કરવા શરૂ કરી દે. સરવાળે મીંડું જ હોય.
સં. ૨૦૨૮માં લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવતી હતી, એટલે પરંપરાપક્ષ બે ચોથ કરીને બીજી એથે સંવત્સરી કરવાનું હતું. જ્યારે સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org