________________
[૧૬૨]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ લખી નાખ કે આ કાર્ય વિદ્યામંદિરમાં જ શોભે. હું તમે કહેશો ત્યારે ત્યાં આવીશ. મારી ચિંતા ન કરશે.” પછી કહેઃ “આ વર્ગ માટે જવાનું થાય, ત્યારે ત્યાં લિપિ અને સમ્યજ્ઞાન વિષે મારે બેસવું પડશે. શું બોલવું? એના મુદ્દાઓ શોધી તૈયાર રાખજે.” હું વિમાસણમાં પડયો કે હું વળી આ ક્યાંથી શોધવાનો છું ત્યાં તો એ કળી ગયા; કહેઃ “નદીસૂત્રની ટીકા જેજે, એમાં લિપિઓનું સ્વરૂપ આવે છે, શ્રુતજ્ઞાનના નિરૂપણમાં વ્યંજનાક્ષરનું સ્વરૂપ આવે છે. એ બધું જોઈ જજે.”
કરવા ધારેલા કોઈ પણ કાર્યને ખંતથી સફળ બનાવવાની તત્પરતા માટે તેઓ સુખ્યાત હતા. આ પ્રસંગમાં પણ એ ખંત ને તત્પરતાની ઝલક જોવા મળે છે.
માગશર શુદિ ૧:
આજે બપોરે શેઠ કસ્તુરભાઈ આવ્યા. બિહારનાં જૈન તીર્થો સહિત બધાં ધાર્મિક ટ્રસ્ટમાં બિહાર સરકારના થઈ રહેલા હસ્તક્ષેપની વિગત કહી, પછી શેઠે કહ્યું : “એને અટકાવવાના પ્રયાસો ચાલુ છે, લગભગ તે સફળ થઈશું. પણ, તીર્થની રક્ષાના ઉદ્દેશથી આપ અમદાવાદમાં એક હજાર અબેલ કરાવે.”
એમણે એ સ્વીકાર્યું. શ્રી વિજયસૂર્યોદયસૂરિજીને બોલાવ્યા ને વાત કરી; કહે : “હજાર અબેલ તો એકલી પાંજરાપોળમાં જ થઈ જાય.”
શેઠ કહેઃ “શું પાંજરાપોળ એટલી બધી મોટી છે?” સૂર્યોદયસૂરિજીઃ “ના, પણ પાંજરાપોળે આવનાર વર્ગ ઘણો મોટો છે.”
પછી શેઠ કહે: “આપના નામથી તીર્થરક્ષા માટે તપ-જાપ વગેરે કરવા માટેનું એક નિવેદન બહાર પાડે.”
એમણે હા કહી. અને શેઠના ગયા પછી તત્કાળ એક નિવેદન તૈયાર કરાવ્યું. એ નિવેદન બીજા જ દિવસના “સંદેશ” તથા “ગુજરાત સમાચારમાં જાહેર કરાવી દીધું. આ રહ્યું એ નિવેદન :
સકલ જન સંઘને આદેશ “બિહાર સરકાર તરફથી બિહારમાં આવેલા આપણું પરમ પાવન તીર્થો–શ્રી સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી વગેરે તીર્થોના વહીવટમાં સરકારી હસ્તક્ષેપ કરવાને જે મેનીફેસ્ટો બહાર પાડ્યો છે, તેના વિરોધમાં અને શાસન ઉપર આવેલ આ આફત દૂર થાય તે માટે ગામેગામના સકલ સંઘોએ માગશર શુદિ ૧૫, ગુરુવાર, તા. ૧૮-૧૨–૭૫ના દિવસે હજારોની સંખ્યામાં આયંબિલ તપ કરવું અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦ નવકારવાળી તીર્થરક્ષા નિમિત્તે ગણવી.
તદુપરાંત, આપણું આગેવાન શ્રીસંઘ ઉપર આવેલ આ આફતને દૂર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org