________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૫] “કીકાભટની પિળે વ્યાખ્યાન વાંચવા જઈ આવ્યું.” એ સાંભળીને હસતાં હસતાં મને કહેઃ “જો, આને વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું. તું રહી ગયે; તને ન આવડવું.”
એ રાત્રે ક્રિયાકુશળ ભેજક કેશવલાલ આવ્યા. એમની જોડે વિચાર કરીને પાલિતાણની પ્રતિષ્ઠાનો વિધિવિધાન અંગેની તમામ કાર્યક્રમ, દિવસ અને સમયવાર, નક્કી કર્યો, લખાવ્યા. પ્રતિષ્ઠાને લગતી બીજી વિચારણાઓ પણ કરી.
માગશર શુદિ ૧૩:
આજે શ્રી આત્મારામ ભોગીલાલ સુતરીઆ તથા પેઢીના મુખ્ય મેનેજર શ્રી ઠાકર આવ્યા, એમને પ્રતિષ્ઠા અંગે વિગતવાર દોરવણી આપી. વિધીઓને ડામવા માટે ખાસ ખાસ સૂચનાઓ કરી. પછી સહાસ્ય કહેઃ “વિરેાધ વધે, ને તે વખતે તમે કહેશો કે હવે પ્રતિષ્ઠા મુલતવી રાખીએ, તે એ નહિ બને. તમે તમારા ઘેર રહેજે, અમે પ્રતિષ્ઠા કરીને જ રહીશું, એ ધ્યાન રાખજો! અને આવું ન કરવું પડે તે જોજો.” પછી કહેઃ “આમાં તમે ઢીલા પડશે તે તમારું જ ઓછું દેખાવાનું છે, અમારું કાંઈ નથી જવાનું. પણ અમે તમારી સાથે છીએ એટલે અમનેય છાંટા લાગ્યા વિના ન રહે. માટે ઢીલા પડવાની તો વાત જ નહિ. અને ખરી વાત તે એ છે કે આ બધાં પ્રતિમાજી સેંકડો વર્ષો પહેલાંનાં છે. એનું ઉત્થાપન પિઢીએ કરેલું, એટલે પેઢીએ એને પાછાં બેસાડવા જોઈએ; એ એની ફરજ છે. પેઢી એની પ્રતિષ્ઠા જાતે કરી શકે છે; કેઈને આદેશ આપવાની કે ઉછામણી કરવાની પણ જરૂર નથી. આમ છતાં, પેઢીએ, લોકોને લાભ મળે એ માટે, ચિઠ્ઠીની પ્રથા અપનાવીને આદેશ આપવાનું કર્યું છે, એને વિરોધ કરવાને અર્થ શો છે? આવા વિરોધને ગણકારે નહિ, ને વધુ થાય તો એને પૂરેપૂરે સજજડ પ્રતીકાર કરવાનો જ.”
માગશર શુદિ ૧૪ :
આજે રાત્રે પ્રતિક્રમણ પછી અચાનક કહે: “હવે મને આ શરીરનો કાંઈ જ ભરેસે નથી.” - હું તે સ્તબ્ધ થઈ ગયે. મનમાં ખિન્નતાને પાર ન રહ્યો. એ વાત આગળ વધે એ પહેલાં જ બીજી આનંદની વાત મેં આદરી દીધી. જ્યારે તેઓ ખિલખિલાટ હસ્યા, ત્યારે જ ચિત્તને ચેન પડયું. પણ તે વખતે ક્યાં કલ્પના હતી કે આ અગમવાણી આવતી ચૌદશે જ સાચી પડવાની છે તે ચિત્તનું ચેન વિલીન થવાનું છે?
માગશર શુદિ ૧૫:
આજે સવારે શ્રી કાંતિલાલ ઘીયા વંદનાથે આવ્યા, કલાકથી વધુ બેઠા. એમની સાથે મુક્ત મને વાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org