________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૧] એ પછી ડો. સી. એફ. શાહ આવ્યા. તે એમને કહેઃ
“મોટા મહારાજાએ ૭૭ વર્ષ પૂરાં કરેલાં. મને પણ ૭૭ પૂરાં થઈ ગયાં છે. હવે ઉપર જે દિવસે જાય એ લાભમાં-નફામાં છે. તૈયાર થઈને બેઠા છીએ. જ્યારે આવવું હોય ત્યારે (મૃત્યુ) આવે!”
રે! નજીકના જ ભવિષ્યમાં બનનાર દુઃખદ બનાવની આગાહી કરતી શું આ અગમવાણી હતી ?
કાર્તક વદિ ૪:
જોકે આજે તબિયત ઠીક ન હતી. ડોળીમાં બેસીનેય વિહાર કરવા જેટલી શરીરમાં શકિત ન હતી, પણ શેઠ કસ્તૂરભાઈ, પં. દલસુખભાઈ માલવણિયા વગેરેનો પ્રેમભર્યો અનુરોધ હતો એટલે–અને ખાસ તો વિધી વગે એ અંગે તોફાન કરવા ધારેલું એટલે એના પ્રતિકાર તરીકે પણ,–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભગવાન મહાવીરની રપમી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં જાએલ પ્રાચીન જૈન સ્થાપત્ય-સાહિત્ય-કલાનું પ્રદર્શન જેવા પધાર્યા. ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી બધું જોયું. આનંદ વ્યક્ત કર્યો.
ત્યાં પં. શ્રી બેચરદાસજી દેશી વગેરે પણ આવ્યા હતા. પંડિતજીએ કહ્યું: “અમે અહીં પ્રાચીન લિપિના અભ્યાસનો એક વર્ગ શરૂ કરવા વિચારીએ છીએ. એ વર્ગની શરૂઆત આપના સાંનિધ્યમાં કરવી છે. આપ આવશે?”
તરત જ હા કહી. પછી ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં પ્રદર્શન અને મેં લખેલ અભિપ્રાય વાંચવા આપે ને કહ્યું કે મેં મારા નામથી ત્યાં લખે છે.” એ વાંચીને કહેઃ “સરસ લખ્યું છે. તારે મારા નામથી જ લખી દેવો જોઈ એ ને? શું વાંધે હતા ? સારું, પણ હવે આ નોંધી રાખજે.”
ઉપાશ્રયે પહોંચીને મને કહેઃ “આમાં કઈ વસ્તુ વિશેષ ગમી એ કહે:”હું કાંઈ જવાબ આપું ત્યાં તે પોતે જ ગણાવવા માંડ્યાઃ “જે, મને તો જહાંગીર બાદશાહે પંડિત વિમલહર્ષને આપેલું અમારિ-ફરમાનનું એના દરબારી ચિત્રકાર શાલિવાહને દોરેલું ચિવ, ગણધરની મૂતિ કંડારેલો શંખ, સર્વ દેવોની આકૃતિવાળી તાંબાકુંડી, આટલી વસ્તુઓ ખૂબ ગમી. જૂના જમાનાના લેકે કેવું કેવું કામ ને કેટલી મહેનત કરતા હશે !”
આના એક દિવસ પછી પંડિત બેચરદાસજીને પત્ર આવ્યો કે “મહારાજ સાહેબની તબિયત ઠીક ના રહેતી હોય તે લિપિના વર્ગ પાંજરાપોળે જ શરૂ કરવાનું રાખીશું. એમને વિદ્યામંદિર સુધી લઈ જવાની જરૂર નથી.” આ વાંચીને કહે, “એમને
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org