________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૧૪૧ ]
ઝરણાની જેમ જ તે
સુખી-ગરીબ કે નાના-મેાટા સૌને, સમાન રીતે, વાત્સલ્યપાન કરાવતા. સપન્ન કે પ્રસિદ્ધ વ્યક્તિ આવે તેા તેનું કાય વહેલું-પહેલું કરી આપવું ને સામાન્ય વ્યક્તિનું કાર્ય પછી કરવું-આવા પક્તિભેદ એમના હૃદયમાં ન હતા. ઊલટુ, કેટલાક પ્રસંગે તે એવા જાણવા મળશે કે જેમાં એમણે સામાન્ય અને નાની વ્યક્તિનું કાર્ય પહેલ કરી દીધુ હાય એ કારણે અન્ય સંપન્ન વ્યક્તિઓને રાહુ જોવી પડી હાય. એક ગામડાના ભાઈ કહે : “મહારાજ સાહેબ ખૂબ દયાળુ હતા. અમારા જેવા નાના લોકો દસ વખત જઈને દસ જાતના મુહૂર્ત પૂછે, પણ એમને રાષ નહિ, અમને કાઈ દ્વી એમ નથી કીધુ કે હવે છાલ છેોડ ને ભાઈ.”
એમના વાત્સલ્યની ખરી ખૂબી એ હતી કે તે માચ્યુતને કે પતિતને પણ તિરસ્કારતા નહિ; પણ એને માગે લાવવા પ્રયત્ન કરતા. અથવા એ આપમેળે માગામી બને, અથવા વધુ પતન તરફ ન જાય, એવું વર્તન એના પ્રત્યે કરતા. આ જ કારણે શિષ્ટ જામાં માન્યતા બંધાયેલી કે “ જેવુ કાઈ નહિ, એના નદનસૂરિ.” અને આ માન્યતા સાચી હોવાના અનુભવ જ્યારે ચિત્રભાનુ અમેરિકાથી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે થયા. ચિત્રભાનુ એમને મળવા આવેલા, ત્યારે એમને એમણે પ્રેમથી એલાવ્યા, એમની સાથે વાત કરી. આ પ્રસંગે કાઈ કે એમને પૂછ્યું: “ સાહેબ ! આવી વ્યક્તિને આદર-પ્રેમ આપવાની શી જરૂર ?” ત્યારે એમણે જવાબ આપ્યા ઃ “ ભાઈ ! જીવ કર્મીને વશ છે. આવી પરિસ્થિતિમાં એ છે, એય કર્મનું જ ફળ છે ને ? હવે એને તરછોડવાથી કે એના દ્વેષ-તિરસ્કાર કરવાથી શે ફાયદો ? એને પ્રેમ મળશે તા માર્ગ તરફ સદ્ભાવવાળા થશે, તિરસ્કારશે તેા એનામાં હશે તે સદ્ભાવેય ચાલ્યા જશે.”
અને સાચે જ, એમના વાત્સલ્યના પાનથી તૃપ્ત બનેલા ચિત્રભાનુએ કહેલું : “નદનસૂરિ મહારાજ જેવા સરળ આત્મા અને સાધુ મે કોઈ નથી જોયા. મારા પર તે એમના મહાન ઉપકાર છે,”
અને આવા નિર્વ્યાજ, નિઃસ્વાથૅ વાત્સલ્યના જ એ પ્રતાપ હતા કે તે અજાતશત્રુ હતા; એમના કોઈ શત્રુ ન હતા. અને હોય તે પણ એમના પરિચયે, એમના દને જ એમના તરફ સદ્ભાવ ધરાવતા થઈ જતા. એમના સ્વભાવની આ નિસર્ગ જાત શક્તિ હતી.
જનસમાજમાં એમને માટે એક શ્રદ્ધા હતી કે : નંદનસૂરિ મહારાજના આશીર્વાદ લઈ એ તા આપણને ખૂબ શાંતિ મળે. આ શ્રદ્ધાને વાચા આપતા એક પત્રકાર ભાઈ એ કહેલું : “ સ`સારી છીએ એટલે દુઃખ અને ઉપાધિએ તેા લાગેલાં જ છે, એ માત્ર આશીર્વાદ લેવાથી નષ્ટ નથી થઈ જવાનાં. પણ આ આચાર્ય મહારાજના આશીર્વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org