________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૭] એથી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયાં. અને એમનાં ગવહન-પદપ્રદાનાદિ કાર પણ નિવિદને થઈ ગયાં.
સં. ૨૦૩૦માં લવારની પોળના ઉપાશ્રયના સંધનો વિચાર થયે કે પૂ. શ્રી મંડાળવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવી. એણે શ્રી મંગળવિજયજી મહારાજને ખૂબ વિનતિ કરીને હા પડાવી હતી. હવે, એ પદવી કરવી કોના હાથે?—આ પ્રશ્ન ઊભે થયા. સંઘ તથા મુનિગણ સૌને થયું કે શ્રી વિજયનંદનસૂરિ મહારાજના હાથે જ પદવી થવી જોઈએ. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ખંભાત હતા. સંઘના ભાઈઓ ત્યાં પહોંચ્યા. એમણે વિનતિ કરી કે પદવી આપના સિવાય બીજા પાસે નથી કરાવવી, પધારે. એમણે હા પાડી, ને ખંભાતનાં ઉપધાનાદિ કાર્યો બાકી રાખીને તેઓ અમદાવાદ આવ્યા, અને વિશુદ્ધ કિયા કરાવવાપૂર્વક આચાર્ય પદ પ્રદાન કર્યું.
સં. ૨૦૩૧માં શેઠ કેશવલાલ લલ્લુભાઈ એ વિનતિ કરી કે મુનિ શ્રી દુર્લભસાગરજી મહારાજને આપ આચાર્યપદવી આપે. સૌના બેલી બનવાને સજાયેલા એવા એમની ના
ક્યાં હતી? એમણે શેઠની વિનતિ માની અને પિતાની અશક્ત તબિયતના કારણે શ્રી વિજયસૂર્યોદયસૂરિજીના હાથે હઠીભાઈની વાડીમાં આચાર્ય પદ અપાવ્યું.
આવા તો અનેક પ્રસંગો છે. અને આવા પ્રસંગે જ “જેનું કઈ નહિ, એના નંદનસૂરિ'-આ કહેવતને પોષણ આપે છે.
રાજસ્થાનમાં ખૂબ બહુમાન પ્રાપ્ત કરનાર, પ્રતિષ્ઠિત જૈનાચાર્ય શ્રી વિશ્વજિમેન્દ્રસૂરિજી, પોતાના નિર્ણત તમામ મુહૂર્તે શ્રી વિજયનંદનસૂરિજીને મોકલીને તેમાં એમની મંજૂરી-મહેરછાપ મેળવતા; તેઓ કહે એ મુહૂર્તને અનુસરતા, અને તેઓ સૂચવે તે મુજબ ફેરફાર કરીને જ કાર્યો કરતા.
સં. ૨૦૩૦માં ભાદરવા મહિનાની વૃદ્ધિ (અધિક ભાદરવા માસ) હતી. આ વખતે અંચલગચ્છના પર્યુષણ શ્રાવણ વદમાં શરૂ થઈ, પહેલાં ભાદરવામાં પૂરાં થતાં હતાં. મુંબઈના અંચલગરછના આરાધકે એ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે પિતાને કલ્પસૂત્રાદિનું શ્રવણ કરાવવાને સાધુઓ મોકલવા વિનતિ કરી. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને એ બાબત પૂછાવતાં એમણે લખ્યું :
ચેમ્બરમાં તેમ જ મુંબઈમાં દરેક પરાંઓમાં અચળગ૨છવાબાના પર્યુષણનો પ્રારંભ આ શ્રાવણ મહિનામાં છે, અને સંવત્સરી (સમાપ્તિ) પહેલા ભાદરવા શુદિ પાંચમના દિવસે છે. તેઓની વ્યાખ્યાનની માંગણું અઠાઈધરના ત્રણ દિવસ માટેની છે. અને ત્યાર બાદ શ્રી ભગવાન મહાવીરનું ચંરિત્ર વાંચી સંભળાવવાની માગણી છે, તે તે બાબતમાં તેમની માગણું જરૂર સ્વીકારવી. અને વ્યાખ્યાન માટે સાધુ પણ આપવા તે ઉચિત અમને લાગે છે. અને તેમાં કોઈ જાતની હરકત અમોને લાગતી નથી. અમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org