________________
[૧૫]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ આમ, તપાગરછમાં બે પક્ષ પડી ગયા ને વાતાવરણ વિશેષ કલુષિત બનતું ચાલ્યું.
આમ થતું અટકાવવા માટે સંઘના કેટલાક સમાધાન અને શાંતિપ્રિય મહાનુભાએ પ્રયાસો આદર્યા. વકીલ છોટાલાલ ત્રિકમલાલ તથા પ. મફતલાલ ઝવેરચંદ વગેરે ભાઈઓ શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા, અને આવી સ્થિતિમાં કાંઈક વ્યવસ્થિત માર્ગ કાઢવાની વિનંતિ કરી. એ વખતે એ ગૃહસ્થો પણ ઉજવણીને અનર્થકારી માનતા હતા; પણ, એ ગૃહસ્થોને તોફાન નાપસંદ હતું, એમને શાંત અને સ્વસ્થ પ્રવૃત્તિ કરવી હતી. આ માટે જ તેઓ ખંભાત આવ્યા હતા. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું : “સાહેબ ! દરેક સમુદાયના સાધુઓની-વડીલોની દૃષ્ટિ આપના તરફ છે કે નંદનસૂરિજી મહારાજ જે કહે અને કરે, તે અમારે મંજૂર છે. માટે આ ઉજવણીની અનુકૂળ-પ્રતિકૂળ અસરે વિચારીને આપ કાંઈક માર્ગદર્શન આપે.”
શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે કહો છો તેમ, બધાની મારા તરફ દૃષ્ટિ હોય, તો મારે ખૂબ વિચારીને વર્તવું જોઈએ. બધા સમુદાયના અંગત અભિપ્રાય મારે મેળવી લઈને પછી જ કાંઈક નિર્ણયાત્મક માર્ગદર્શન અપાય. એમ કરતાં પહેલાં એક કામ થાય તો મને ઉચિત લાગે છે. એ કામ એ કે ચોમાસું પૂરું થયે એકતિથિપક્ષના મુખ્ય મુખ્ય સાધુઓ ભેગા થવાનું રાખીએ. હું અમદાવાદ આવું, બીજા પણ આવે. જે સ્વયં ન આવી શકે, તે પોતાના પ્રતિનિધિને મોકલે અથવા સોંપે. એ વખતે વિચારણા કરીને આ વિષે ચોક્કસ નિર્ણય લઈએ. ત્યાં સુધી ઉજવણીની તરફેણમાં કે વિરોધમાં કશી જ કાર્યવાહી કઈ એ કરવી નહિ.”
આ ગૃહસ્થોને આ વિચાર ખૂબ ગમ્યા. નકકી કરીને તેઓ ગયા.
પણ આ પછી થોડા જ દિવસોમાં વિરોધી વગે ફરી પાછો ઝનૂની વિરોધનો વંટોળ ઊભો કરી દીધો. નિત નવી પત્રિકાઓ, લેખો, પેપરોમાં જાહેરાતો, અને એવી એવી અનેક રીતિઓ વડે એ વગેર ઉજવણીને વિરોધ ચલાવ્ય. સભાઓ, સરઘસ પણ કરવા માંડ્યાં. આ વર્ગમાં મુખ્યત્વે નવો તિથિપક્ષ તો હતો જ, પણ એની સાથે એકતિથિપક્ષને પણ કેટલેક વર્ગ હતો.
એ વર્ગની આવી પ્રવૃત્તિઓને રોકનાર કે ટોકનાર કેઈ ન રહ્યું. જે હતા, તેની વાતે એ વગે કાને ન ધરી. આવી સ્થિતિમાં ભેગાં મળવાનું ને વિચાર કરવાનું રહ્યું જ ક્યાં?
શ્રી વિજયનંદનસૂરિજી તે ઉજવણીને લાભદાયી માનતા હતા; તોપણ એમણે એ અંગે આગ્રહ ન રાખતા ભેગા મળીને જે નિર્ણય થાય તે સર્વમાન્ય કરવાનો વિચાર રાખ્યો હતે. પણ, પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે એ વિચારનો અમલ ન થઈ શકે. આ ઉપરાંત, મુંબઈના આગેવાનોએ એમને વિનંતિ કરી કે “સાહેબ! વિરોધીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org