________________
[૧૩૮]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ વિમળસૂરિજી અગેના પુસ્તક-પ્રકાશનનો સમારેહ એમની નિશ્રામાં થયાં, એ એમને નિરાડંબર ગુણાનુરાગને કારણે જ.
એમનો ગુણાનુરાગ માત્ર સાધુ-સાધ્વી પૂરત જ મર્યાદિત ન હતો; ગૃહસ્થની પણ ઉચિત પ્રવત્તિને તેઓ અનુમોદતા.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું “અધ્યાત્મ જ્ઞાન-પ્રસારક મંડળ તરફથી બહુમાન થયું, ત્યારે એમણે આ વાતની પ્રતીતિ આ રીતે કરાવી હતી
શ્રી રતિભાઈ, જૈન સંઘ જેને માટે ગૌરવ લઈ શકે તેવા વિચારશીલ, લાગણીપ્રધાન ચિન્તક અને લેખક વિદ્વાન છે. જેન સંઘની ઉન્નતિની સાચી ધગશ અને એવા બીજા સદ્દગુણોને લીધે શિષ્ટસમાજ ઉપરાંત સાધુગણમાં પણ તેઓ પ્રિય અને આદરને પાત્ર થઈ પડ્યા છે.
જૈન સંઘની અને જૈન સાહિત્યની વિશિષ્ટ કહી શકાય એવી સેવા તેમણે “ગુરુ ગૌતમસ્વામી” એ નામે, અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના જીવનચરિત્રને વિસ્તૃત, હૃદયંગમ અને બોધપ્રદ ગ્રંથ લખીને કરી છે. એ રીતે વિચારીએ તો જેને માટે તેઓ સર્વથા યોગ્ય છે, તેવું આ તેમનું બહુમાન થાય એ ખૂબ ઉચિત છે.”
આથી આગળ વધીને વિખ્યાત જૈન કલાકાર શ્રી હિંમતસિંહ ચૌહાણની કલાની અનુમોદના કરતાં એમણે જણાવ્યું હતું ?
“ભાઈ શ્રી હિંમતસિહજી ચૌહાણે નેમ રાજુલના એકપાત્રી છતાં મુંદર, રમણીચ, કલાસભર નૃત્યનું સુરેખ, નિર્દોષ આયજન કરીને જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. આ નૃત્ય દ્વારા ભગવાન નેમિનાથના જીવનમાં વણાયેલી અહિંસાની સુંદર અનુભૂતિ તેઓ કરાવે છે. જૈન સમાજમાં આવા ઉત્તમ કલાકાર કદાચ આ એક જ છે. તેઓ ભક્તિ કરે છે, અને પ્રેક્ષકગણને પણ ભક્તિમાં તરબોળ બનાવે છે. આ એમની વિશિષ્ટતા છે.”
એમના ગુણાનુરાગનાં પ્રત્યક્ષ દર્શન કરવાને મળેલ એક સુઅવસર અહીં યાદ આવે છે. જૈન સંઘના વિશિષ્ટ અને વિખ્યાત શ્રાવક સંગીતકાર શ્રી હીરાલાલ ઠાકુર એસના પ્રતિ ખૂબ આદરભાવ ધરાવે છે. એમને પણ હીરાભાઈ તરફ સદ્દભાવ હતો. ક્યાંક ઉત્સવાદિ પ્રસંગ હોય તો હીરાભાઈને બોલાવવાનું ખાસ સૂચન કરતા. કેટલાક સમય પૂર્વે એમને મન થયું કે હીરાભાઈ આપણા જૈન સંઘના અદ્વિતીય સંગીત કલાકાર છે. એ પણ સાધમિક છે. એમના ગુણનું ઉચિત સન્માન થવું જોઈએ. વિચાર આવ્યું કે તરત અમલમાં મૂક્યો. કેટલાક શ્રાવકને ઉપદેશ આપીને રૂ. ૨૫૦૦ની રકમ એકત્ર કરાવી, ને તે શ્રી હીરાભાઈને બહુમાનપૂર્વક સમર્પણ કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org