________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૧૩૩ ]
“ અમારી માન્યતા મુજબ નીચે પ્રમાણે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડવુ જોઈ એ : પ્રતિજ્ઞાપત્રના મુસદ્દો
· સાચી એક માયા મૈં જિન અણુગારની’
“શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂતિપૂજક શ્રીસંઘ સમિતિના કાર્યવાહકો અા શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ, શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, શ્રી ખાખુભાઈ છગનલાલ શ્રો', શ્રી માતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા, પ્રતિજ્ઞાપૂર્વક જણાવીએ છીએ કે—
“ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘમાં વર્તમાન શ્રી તપાગચ્છ, શ્રી ખરતરગચ્છ, શ્રી અચલગચ્છ, શ્રી પાચચદગચ્છ, શ્રી મહત્તપાગચ્છ, શ્રી ઉકેશગચ્છ વિગેરે તમામ ગચ્છોમાં પૂ. શ્રી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ
શ્રી શ્રમણુસંઘમાં અમે સાદરભાવે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર માનીએ છીએ અને સહીએ છીએ, અને તમામ ગચ્છાને વફાદાર રહીને શ્રીસંઘની સેવા બજાવવાની અમારી ફરજ અમે અદા કરીશુ અને તે રીતે તે જ ઉદ્દેશથી અમે ઉપરોક્ત શ્રીસ ́ઘ સમિતિના કાર્યવાહક તરીકે નીમાયા છીએ, તે વિક્તિ થાય.
સંઘભાવનાનું આ દન કેવું સ`મંગલકારી છે!
એનું અનુમાદન આપણને કૃતકૃત્ય બનાવે. એનુ અનુકરણ આપણી સંકુચિતતાના ઝેરને ઉતારી નાખે.
૩૮
ગુણવૈભવ
સસ્કૃતમાં એક સુભાષિત છે ઃ
अमेयत्वादभावाच्च क्रमेण गुणदोषयेाः ।
न यन्निन्दास्तुती कर्त्तुं शक्येते खलसज्जनैः ॥
-સત્પુરુષા એમની પૂરી ગુણુ-સ્તુતિ કરવા અસમર્થ હતા; કારણ, એમના ગુણા અપરિમેય હતા. કેટલા ગુણની સ્તુતિ કરે ? અને, ખલપુરુષા એમની નિન્દા કરવાનેય અશકત હતા; કારણ, એમનામાં નિંદનીય કોઈ દોષ જ ન હતા. ” કવિની આ કલ્પના શ્રી વિજયનન્દનસૂરિજીનાં દર્શને અચૂક યાદ આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org