________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩૧] (૨) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે માન્ય કરેલ પંચાંગમાં જ્યારે જ્યારે શુકલપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વ તિથિમાં કોઈનો પણ ક્ષય આવે કે વૃદ્ધિ આવે, ત્યારે ત્યારે પરંપરા પ્રમાણે આરાધનામાં તે બારેય પર્વતિથિમાંથી કઈ પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ગણવાની નથી તેમ જ કરવાની નથી, પણ તેને બદલે તે પહેલાંની જે અપર્વતિથિ છે તેની ક્ષય-વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. એટલે આરાધનામાં પૂર્વોક્ત બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરાની આચરણું કાયમ રાખવાની છે.
(૩) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય કે પાંચમની વૃદ્ધિ હોય ત્યાં આરાધનામાં પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં પાંચમને અખંડ રાખીને જ પાંચમ પર્વ તિથિની આરાધના કરવાની છે. એટલે ભાદરવા શુદિ પાંચમનો ક્ષય આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠને ક્ષય ગણવાનો છે અને કરવાનો છે. તેમ જ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠની વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. અને એ રીતે ભાદરવા શુદિ પાંચમના અવ્યવહિત પૂર્વ દિવસે એટલે પંચાંગમાં ભાદરવા શુદિ ચેાથ જે દિવસે અને જે વારે ઉદયાત હોય તે દિવસે અને તે વારે ઉદયાત એથે સંવત્સરી મહાપર્વ ગણવાનું છે અને સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે.
(૪) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમને ક્ષય હોય ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ ત્રીજનો, ભાદરવા શુદિ ચોથને કે ભાદરવા શુદિ પાંચમને હવેથી ક્ષય કકવાને રહેતા નથી. તેમ જ પચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે પણ આરાધનામાં ભાદરવા શુદિ બે ત્રીજ, બે ચોથ કે બે પાંચમ પણ હવેથી કરવાની રહેતી નથી. વિકમ સંવત્ ૧૯૯૧ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવતી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની તપાગચ્છની પરંપરાની આચરણને ફેરવી વિક્રમ સંવત્ ૧૯૨માં અને ૧૯રથી શરૂ થયેલી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની આચરણું પણ હવેથી રહેતી નથી.
“(૫) તથા પંચાંગમાં વૈશાખ શુદિ ત્રીજનો ક્ષય હોય ત્યારે વૈશાખ શુદિ બીજ પછીના દિવસે જ વષીતપનાં પારણું કરવાની આચરણ છે, તથા અષાઢ શુદિ છઠને ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ શ્રી મહાવીર સ્વામીના યવનકલ્યાણકના વરઘડાની આચરણું છે, તથા શ્રાવણ શુદિ છઠને ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ છડુની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળે ઊજવાય છે. પંચાંગમાં મહા શુદિ ૧૧ને ક્ષય હોય ત્યારે પંચાંગમાંના નમના દિવસે ભેયીજીની ૧૦ની વર્ષગાંઠ ઊજવાય છે, ઈત્યાદિક પરંપરાની આચરણ પણ તે રીતે કાયમ રાખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org