________________
આ. વિ.નંદનસૂરિસ્મારગ્રંથ અને સંમેલન પૂરું થયા પછી પણ જે સૂચના કરી હતી, તે જ આ વખતે પણ કરી કે તિથિપ્રશ્નનું સમાધાન એક પટ્ટકરૂપે કરવું જોઈએ.” કે આ સૂચના સર્વસમ્મત થઈ. પછી બંને પક્ષ પાસેથી પટ્ટકનો ખરડો તૈયાર કરીને શેઠે મંગાવે. સામા પક્ષ તરફથી શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અને આ પક્ષ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીએ મુસદ્દા તૈયાર કર્યા. આ રહ્યા એ બંને મુસદ્દાઃ . (૧) શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો મુસદ્દા– - “રાજનગરને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંધ એ જાહેર કરતાં અતિશય આનંદ અનુભવે છે કે અખિલ ભારતવષય જેન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં સંવત્સરી અને ચોમાસી તથા પખી સહિત બાર પર્વની આરાધનાનો દિવસમાં હવે પછીથી જુદાપણું આવશે નહિ.
કારણ કે શ્રીસંઘમાન્ય (હાલમાં જન્મભૂમિ) પંચાંગમાં બારપવની ક્ષય-વૃદ્ધિ આવતાં તેના બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરનારા પૂ. આચાર્યભગવતો આદિ મુનિવરએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે ત્રીજ કે ચિથની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં છઠની ક્ષય-વૃદ્ધિ કરીને પંચાંગમાંની ઉદયાત્ ભાદરવા સુદ ૪ સંવત્સરી કરવાનો અને શ્રી સંઘમાન્ય પંચાગમાં આવતી દરેક તિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખનારા પૂજ્ય આચાર્ય ભગવંત આદિ મુનિવરએ હવે પછીથી જ્યારે જયારે મજકુર પંચાંગમાં પૂનમ કે અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાનો નિર્ણય અપવાદરૂપે કર્યો છે. આ સિવાયની તિથિઓની બાબતમાં બંને પક્ષના પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ મુનિવરે હાલમાં જે રીતિએ વતે છે તે રીતિએ વર્તવાનું ચાલુ રાખશે.”
આ મુસદ્દો સર્વથા અમાન્ય જ ઠર્યો. આ વિષે શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં લખ્યું હતું : “શ્રીકાંતે રામસૂરિજી વતી એક ખરડો આપ્યો છે. જોકે તે અહીં માન્ય નથી કરવામાં આવ્યું, પણ તેઓ શું કરવા માગે છે તેનું પ્રતિબિંબ જણાય છે.”
(૨) અને આ રહ્ય શ્રી વિજયનંદનસૂરિજીનો મુસદ્દો—
(૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં અત્યાર સુધીમાં જેણે જેણે સંવત્સરી તથા તિથિની આરાધના જે જે રીતે કરી છે, તે બધાએ પિતપોતાના ક્ષપશમ પ્રમાણે, શાસ્ત્રના સાપેક્ષભાવે, રહીને જ કરી છે. પણ હવેથી તપાગછીય શ્રીસંઘમાં કાયમ એકસરખી જ આરાધના થાય એ રીતે સર્વસમ્મત આ પટ્ટક કરીએ છીએ. અને હવેથી આ પટ્ટક પ્રમાણે તપાગચ્છીય શ્રીસંઘમાં બધાએ સંવત્સરી તથા તિથિની આરાધના કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org