________________
[૧૨૮]
આ. વિનદનસૂરિસ્મારકગ્રંથ મંદિરની અને ભાવનગર દાદાસાહેબમાં તૈયાર થયેલ શ્રી વિજયસૂરીશ્વર-ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવી.
પાલિતાણું-કદમ્બગિરિની વચાળે રહીશાળા ગામ હતું. સિદ્ધાચલજીની બાર ગાઉની પ્રદક્ષિણામાં એ વચ્ચે આવે ત્યાં સુરિસમ્રાટની પ્રેરણાનુસાર શેઠ જિનદાસ ધમદાસની પેઢીએ શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધેલું. સં. ૨૦૧૫માં શેત્રુંજી નદીનો બંધ (ડેમ) બંધાતાં અનેક ગામની સાથે રોહીશાળા પણ જળચરણ બન્યું. આ પછી ત્યાંના દેરાસરમાંથી શ્રી જિનબિંબ લઈ લેવામાં આવ્યાં.
રોહિશાળાની ફેરબદલીમાં સરકાર તરફથી વળતર લેવાનું હતું. એ વળતર જમીનમાં જ લેવાનું નકકી થયું. હવે, જમીન ક્યાં અને કઈ લેવી તેની વિચારણું અને તપાસ ચાલુ હતી. એ અરસામાં શ્રી વિજયનંદનસૂરિજી પાલિતાણાથી શેત્રુજા-ડેમ પર પધાર્યા. આ સ્થળ એમને ખૂબ ગમ્યું, ને અહીં જ કંઈક જગ્યા મળે તો લેવી, એવો મનોમન નિર્ણય કર્યો. તે વખતે ડેમ ખાતાના મુખ્ય ઇજનેર શ્રી નટુભાઈ એન. સંઘવીસાહેબ
ત્યાં સરકારી બંગલામાં રહે. એ આગ્રહ કરીને તેઓને પિતાના બંગલે લઈ ગયા. ત્યાં આખો દિવસ રહ્યા. એમાં વાતવાતમાં જમીનની વાત નીકળી. એટલે સંઘવીસાહેબ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે જમીન જેવા નીકળ્યા. ફરતાં ફરતાં અત્યારે જે સ્થળે દેરાસર વગેરે છે, તે જગ્યા પર આવ્યા. એ જગ્યા જોતાં જ તેઓને પસંદ પડી ગઈ એમણે એ વ્યક્ત કરી.
એ જમીન ઈરીગેશન ખાતાએ ખૂબ મહત્વની ગણીને એક્વાયર કરેલી હતી. સરકારે એ જમીન એ ખાતાને આપવાનું મંજૂર કરી દીધેલું. એ જમીન કેમ મળે? પણ, શ્રી સંઘવીસાહેબ ખૂબ ધર્મભાવનાવાળા અધિકારી હતા. એમણે જોયું કે મહારાજ સાહેબનું મન અહીં ઠર્યું છે, એમણે તરત જ કહ્યું : “સાહેબ ! આપને આ જમીન ગમે છે, અને આ જ જમીન સર્વશ્રેષ્ઠ છે, તે એ માટે બીજે કશે વિચાર કર્યા વગર સરકારમાં અરજી કરાવી દે. આ જમીન મળી જશે.”
આચાર્ય મહારાજે તાબડતોબ પેઢી દ્વારા સરકારમાં અરજી કરાવી. સરકારે ઇરીગેશન ખાતાને પૂછતાં, એ ખાતાના મુખ્ય અધિકારીની રૂએ, શ્રી સંઘવી સાહેબે મંજૂરીના હસ્તાક્ષર કરી દીધા, અને એ જમીન પેઢીને મળી ગઈ.
આ પછી, એ જમીન પર શ્રી નેમિસૂરિ ધર્મોદ્યાનની રચના શ્રી વિજયનંદનસૂરિજીએ કરાવી, અને ત્યાં દેરાસર બંધાવવાનો વિચાર કર્યો. સં. ૨૦૨૧માં, આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજીના ઉપદેશથી, શેઠ ખુમચંદ રતનચંદ જોરાજી તથા શેઠ સેમચંદ ચુનીલાલે ત્યાં દેરાસર બંધાવવાનો આદેશ લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org