________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૭] નક્કી થયું. અવસરે કાર્ય કરવાનું વિચારાયું.
ડોક સમય ગયે, ને ફરી સવાઈલાલભાઈ આવ્યા. વાત સંભારી કે “મારું કામ ક્યારે કરી આપે છે ?”
આ વખતે તેઓશ્રીને નવો વિચાર આવ્યો. એમણે કહ્યું : “સવાઈલાલ ! તમે ૨૪ ધાતુની મૂર્તિ ભરાવો એના કરતાં એકવીસ ઇંચની પાષાણુની મૂર્તિઓ જ ભરા તો કેમ ?”
સવાઈલાલભાઈ કહેઃ “કેમ, એવું પૂછવાનું નહિ, આજ્ઞા જ કરવાની. અને હું આમાં કાંઈ સમજુ નહિ. મારે તે આપ ને ફુલચંદભાઈ કહો તે કબૂલ મંજૂર.”
આ પછી ૨૦૨૬માં વૈશાખ મહિને પાલિતાણામાં અંજનશલાકા કરવાનું નકકી થયું. એ અનુસાર શ્રી વિજયનંદસૂરિજી, સપરિવાર વિહાર કરી પાલિતાણા આવ્યા. લગભગ ૩૫૦ જિનબિંબની અંજનશલાકા એમની નિશ્રામાં, શત્રુંજયવિહાર ધર્મશાળામાં થઈ. એમનું સાત્વિક માર્ગદર્શન, સવાઈલાલભાઈની ઉદાર ધર્મભાવના અને ફુલચંદભાઈની અદભુત કાર્યશક્તિના પરિણામે એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહ્યો.
આ પહેલાં પણ સવાઈલાલભાઈને શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ખૂબ શ્રદ્ધા-ભક્તિ તો હતી જ, પણ આ પ્રસંગ પછી એમાં ઘણી વૃદ્ધિ થઈ. એમની આવી ભક્તિનાં આ લાદકારી દર્શન અવારનવાર કરવા મળતાં, પણ એનાં ખરાં દર્શન તે ઘાટકોપરના નૂતન દેરાસરજીના મૂળનાયકની પ્રતિષ્ઠાના આદેશ બાબત ત્યાંના સંઘ અને સવાઈલાલભાઈ વચ્ચે પડેલા મતભેદના નિવેડા વખતે થયાં.
એ દેરાસરના મૂળનાયકનો આદેશ સવાઈલાલભાઈ એ લીધેલ. એ અંગે સંઘના પ્રમુખ શેઠ વાડીલાલ ચત્રભુજ સાથે એમને સમજણફેરના કારણે મતભેદ પડેલો. એને ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રતિષ્ઠા ન થઈ શકે. આવી સ્થિતિમાં બંને પક્ષે નક્કી કર્યું કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજને આ પ્રશ્ન સોંપ. તેઓ જે ફેંસલે આપે તે બંનેને મંજૂર.
આ રીતે આ આખો મામલે શ્રી વિજયનંદસૂરિજી પાસે આવ્યા. એમણે બધી વિગતો ઝીણવટથી સાંભળી, મેળવી. બંને પક્ષને સાંભળ્યા. બંનેની કબૂલાત લીધી. અને, એ પ્રશ્નનો નિવેડે પૂરી નિષ્પક્ષતાથી એમણે શ્રીસંઘની તરફેણમાં આપેલ. પણ, એમ છતાંસવાઈલાલભાઈને લેશ પણ દુઃખ ન લાગ્યું. એમણે તે ફેંસલાના જવાબમાં લખ્યું : “નંદનસૂરિ મારા ગુરુ છે, એ જે ફેંસલે આપે, તે મારે મંજૂર જ હોય. ગુરુવચન તહત્તિ.” આખરે એ પણ કલકત્તાના પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ હતા ને! એમની આવી શ્રદ્ધાનાં દર્શને મન ડોલી ઊઠયું હતું.
સં. ૨૦૨૮માં બાટાદના શ્રી ચુનીલાલ કેશવલાલ વિદ્યાથીગૃહના નૂતન જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org