________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૨૫] ત્યાંથી પાછા કપડવંજ, અમદાવાદ થઈ વલભીપુર આવ્યા. ત્યાં, સૂરિસમ્રાટની પ્રબળ ભાવનાને અનુસરીને, જિનદાસ ધર્મદાસની પેઢીએ, ગામબહાર પ્લેટમાં ચાર મજલાનું ગગનેજીંગ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ-સ્મૃતિમંદિર તૈયાર કરાવેલું હતું. આ ભવ્ય પ્રાસાદમાં જિનબિંબ ઉપરાંત વલભીવાચનાના અતિહાસિક અવસરે શ્રી દેવર્ધિગણિજીના નેતૃત્વમાં એકત્ર મળેલા પાંચસો આચાર્યોની મૂર્તિઓ પણ બિરાજમાન કરવાની હતી. એટલે શ્રી વિજયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી અહીં રહ્યા, અને ભવ્ય ઉત્સવપૂર્વક આ દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી.
ખંભાતમાં માણેકચોક મહેલ્લામાં જમીનનું ખેદકામ કરતાં અનેક પ્રાચીન જિનબિમ્બ મળી આવ્યાં હતાં. આઠ થી હજાર વર્ષ જેટલાં જૂનાં, નયનમનહર એ બિંબ હતાં. લોકોને જાણ થતાં જ દૂર દૂરના ગામના સંઘે તથા લોકે એમાંથી પિતાને ગમતાં જિનબિંબની માગણી કરવા લાગ્યા. એના બદલામાં માંમાગ્યું દેવદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય પણ આપવા તૈયાર થયા. આ સ્થિતિમાં મહલ્લાના રહેવાસી શા. હીરાલાલ સેમચંદ વગેરે શ્રાવકોએ શ્રી વિજયનંદનસૂરિજીની સલાહ લેતાં તેમણે એક પણ બિંબ કેઈને ન આપવાની સલાહ આપી, અને એ પછી, એમના પૂરી સ્પષ્ટ માર્ગદર્શન અનુસાર, માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથના નાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને તેને વિશાળ બનાવાયું, અને તેમાં શ્રી વિજયનંદનસૂરિજીએ એ તમામ બિબની વ્યવસ્થિત ગોઠવણી કરાવી; એ માટે આરસની છત્રીઓ પણ બનાવરાવી. અને સં. ૨૦૨૨માં માહ મહિનામાં એ બિંબોને ભવ્ય મહત્સવ સાથે ગાદીનશન કરાવ્યાં.
ખંભાતમાં જ ભયરાપાડામાં જીર્ણોદ્ધાર કરાયેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરની પણ વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરાવી.
ત્યાં, ખારવાડામાં ભંપોળ (બ્રશ્નપોળ)નો ઉપાશ્રય છે. એ ઉપાશ્રય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય કહેવાય છે. તેમાં એક ભેંયરું છે. એ માટે એવી લોકોક્તિ છે કે સિદ્ધરાજ જયસિંહના ભયને લીધે ભાગી છૂટેલા રાજા કુમારપાળ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે તેમને કલિકાલસર્વ પોતાના ગ્રંથભંડારના ઉપયોગમાં આવતા આ ભેંયરામાં સંતાડેલા હતા. આ એતિહાસિક સ્થાન અને પ્રસંગની સ્મૃતિને મૂર્ત રૂપે દેખાડવાની ભાવના થતાં શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઉપાશ્રયના નીચેના વિભાગમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સ્મૃતિ-મંદિરની સ્થાપના કરાવીને તેમાં હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ વગેરેની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આ સ્મૃતિ-મન્દિરની અને તેની પ્રતિષ્ઠાની એક સુંદર શ્લેકબદ્ધ પ્રશસ્તિ પણ એમણે રચી હતી.
સં. ૨૦૨૩માં પેટલાદ સંઘની વિનતિ થતાં ત્યાંના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org