________________
વાત્સલ્યનિધિ સઘનાયક
[ ૧૧૧ ]
તદ્ન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તા એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવુ? એક વર્ગ એવા નીકળે અને કહે કે ‘ અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે, એશપ્લેનમાં બેસીને બધે ધર્મના પ્રચાર કરવામાં કાંઈ પાપ નથી,' આવી પ્રરૂપણા કરીને એ વર્ગ એરાપ્લેનમાં બેસતા થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, ‘એપ્લેનમાં બેસવામાં પાપ શુ? એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરો.' તો શુ અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવા ?”
આના જવાબ સામા પક્ષ પાસે ન હતા.
શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતુ એક નિવેદન કરતાં શ્રી વિજયધસૂરિજી મહારાજે કહ્યું :
“ પૂ . વિજયનંદનસૂરિજી મહારાજે આર પતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યા તેની પાછળ એમને શે। આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શકયો છુ કે ’૯૨ની પહેલાંના ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષાને જેટલા ખ્યાલમાં છે તેમાં સવત્સરી ખાખત વિચારભેદ અને આચરણાભેદ થએલ, પણ ખાર પતિથિ માટે કોઈ ભેદ થયા નથી. સવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ ખાર તિથિના એક પણ દિવસ આા-વત્તો ન થાય એમ આપણા પૂજય પુરુષોએ વિચારપૂર્વક ગાઠવેલ છે એમ મને લાગ્યુ છે.
· વિચારભેદ અલખત્ત, ભલે થાય, ક્ષાયિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તા, શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી મલ્લવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણાભે થયેલ. મહાપુરુષોને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એક વિચાર આચરામાં ન મુકાયા હોય. જે વસ્તુ પૂજ્ય પુરુષા, ગીતાર્થીની સંમતિ વિના આચરણામાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ?
“કોઈ ગમે તેમ આચરણાભેદ સ્વચ્છંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી ? સંવત્સરી ખાખત વિચારભેદ થયા હાવા છતાં આચારણાભેદ થયા નથી, પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૯૫૨માં મારા જન્મ ન હતા, ૬૧માં દીક્ષા નહાતી લીધી, પણ ત્યારે પણ, પચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયા હશે, પણ આચરણાભેદ થયા જ નથી. બધાને ખૂંચેલ છે કે પચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની ખાર પતિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ કથાં છે ? પૂ. નંદનસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org