________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૧૦૯ ]
નહાતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહેાતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમય જરા પણ અધકારને નહેાતા, એટલુ જ નહિ, પણ તે તમામ મહાપુરુષો ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવનારા હતા. તેને શાસ્ત્રવિરુદ્ધ કે પર પરાવિરુદ્ધ ( આચરણા ) કરવાને કઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવુ કે ખેલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારુ ચાક્કસ માનવું છે.
“ એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે મારે પતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પ`ચાંગમાં ઉપરોકત ખા૨ે પતિથિની વધઘટ –ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકામાં અમા જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણા આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસ ધ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી ઘેાડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હ્રદયની વિશાળતાથી છેડી દે એવી તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસ ધને મારી નમ્ર વિનંતિ છે. અને આ ચર્ચાના વિષયમાં ખાર પતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાનો પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમેા વ્યાજબી માનતા નથી. અમે તો જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઇચ્છાવાળા છીએ. બાકી, સવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિણૅય લાવવામાં અમારી સમતિ છે, ”
આ નિવેદન પૂરું કરતાં પહેલાં, ખાર પતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચાના વિષય ન બનાવવાના પોતાના વિચારને દૃઢતાથી રજૂ કર્યા છતાંચ, પોતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યુ કે
“ ઉપરાક્ત ખાર પતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જે કાઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઇચ્છા ધરાવતા હોય, તેએ અને પક્ષવાળા ખુશીથી અસરપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેએ અરસપરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં ખાર પતિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચાટ છે; તે તે આપણા પૂજ્ય વડીલ મહાપુરુષા આ ખાર પતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઇ એ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પર’પરાનુસારિપણું અને ગુર્વ્યાજ્ઞાનુસારિપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.”
આ નિવેદન શુ હતુ, ધરતીકપના આંચકા હતા ! સામા પક્ષે તા. ખરેખર, આ નિવેદનમાં વિજળીના કડાકાના અનુભવ કર્યા. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહેાંચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org