________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] ઉપયોગ કરવાની ઈચ્છાથી જ એ પક્ષના અગ્રણીઓ ઇરછતા હતા કે શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ સંમેલનમાં ન આવે તો ઘણું સારું. સારાંશ કે એ પક્ષની વાત શા હતી પણ દાનત માણી હતી. સંધમાં એકતા ને શાંતિ સ્થપાય કે ન સ્થપાય, એની એમને ખેવના ન હતી, એમને તે માત્ર સ્વમત-પષણની જ તમા હતી.
પણ, એમની આ મુરાદ ફળીભૂત ન થઈ શકી. શ્રી વિજયનંદનસૂરિજીની પરિણામગામી દીર્ઘદ્રષ્ટિમાં આ મુરાદ બરાબર વસી ગઈ હતી; તેથી જ એમણે છેક છેલ્લા સમયે સમેલનમાં હાજરી આપવાનું નકકી કર્યું હતું ને એ આવ્યા હતા. એ આવ્યા કે વાતાવરણ બદલાવા માંડયું.
તિથિચર્ચાની બાબતમાં એમના પ્રાથમિક વિચારો આવા હતાઃ “સંવછરી અને તિથિ બાબતમાં ચર્ચામાં કે વાદવિવાદમાં અમો અત્યાર સુધી કોઈની સાથે ઊતર્યા નથી, તેમ ઊતરવાની અમારી ઇરછા પણ નથી. અમે ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. છતાં, તપાગચ્છની પ્રણાલિકામાં સંવછરી અને તિથિ બાબતમાં, જેઓને અરસપરસ જે મતભેદ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તે મતભેદનું નિરાકરણ તેઓ અરસપરસ શાંતિપૂર્વક, ચર્ચાથી, વિચારણાથી કે સમજૂતીથી કરી, જે એક નિર્ણય સર્વાનુમતે લાવે તેમાં અમારી સંમતિ છે.”
પણ, સામા પક્ષની મુરાદ જાણ્યા પછી એમણે એ મુરાદને નિષ્ફળ બતાવવાને અને એકતિથિપક્ષની સરળતાનો ગેરલાભ એ પક્ષને ન લેવા દેવાનો નિર્ધાર કર્યો હતો. એમણે સમેલનના બીજા જ દિવસે એક મક્કમ, સ્પષ્ટ અને છતાં સરળ નિવેદન રજૂ કર્યું :
“ તિથિવિષયક વિચારભેદોમાં–જેમાં બાર પર્વતિથિ, સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિઓ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં—બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિ બાબતની જે પ્રણાલિકા પ્રચલિત છે, તેમાં–“લૌકિક પ્રચાંગમાં જ્યારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કઈ પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાય છે.”—આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આ જ પ્રણાલિકા હેય, એવી અમારી માન્યતા છે; કારણ કે પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજને કઈ પણ હેતુ હોય, તેવું માનવાને કંઈ પણ કારણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org