________________
[૨૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સ્તુતિરૂપે સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્લોકબદ્ધ ગ્રન્થ એમણે સૂરિસમ્રાટને સે, ત્યારે સુરિસમ્રાટના ચિત્તની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેઓએ અમદાવાદની શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાને પ્રેરણા આપીને એ ગ્રન્થ સત્વર મુદ્રિત કરાવ્યો; અને એમ કરીને દિક્ષા લીધા પછી ત્રીજા જ વર્ષે, પિતાના આચારનું કઠેર પાલન કરવા સાથે પણ, જૈન મુનિ કેવી બુદ્ધિશક્તિ ફરવી શકે છે, તેને દાખલ સમાજ સામે રજૂ કર્યો.
આચારપાલન ને અધ્યયનની સાથે નંદનવિજયજીએ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ વગેરે ગુણે પણ ખૂબ ઉમદા રીતે કેળવ્યા. અને એથી ગુરુભગવંતની કૃપા ખૂબ સંપાદન કરી.
સં. ૧૯૭૩નું ચોમાસું ફોધી રહ્યા. ત્યાં શરૂઆતના દિવસોમાં જ એકવાર ઓચિંતા સૂરિસઆટે પૂછ્યું: “નંદન! તું વ્યાખ્યાન વાંચીશ?”
હૈયે હેશ ભરી હતી, નિર્દોષ સરળતા ભરપૂર હતી, બીકનું નામ નહોતું. એમણે તરત કહ્યું: હા સાહેબ! પણ શું વાંચું?”
સૂરિસમ્રાટ કહેઃ “ઉત્તરાધ્યયન-લક્ષ્મીવલ્લભી ટીકાવાળું વાંચ. તને મજા આવશે ને વ્યાખ્યાન તૈયાર થશે.”
હરિ કહીને શરૂ કર્યું. બરાબર પંદર દિવસ વ્યાખ્યાન વાંચ્યું.
પર્યુષણ આવ્યાં. સૂરિસમ્રાટે પૂછયું : “નંદન ! તારે કલ્પસૂત્રનું કયું વ્યાખ્યાન વાંચવું છે?”
કહેઃ “પહેલું.”
હવે કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન કાયમ સૂરિસમ્રાટ જ વાંચે, પણ એમની હોંશ જોઈને એ ખૂબ ખુશ થયા. હા કહી, ને નંદનવિજયજીએ એ વાંચ્યું પણ ખરું.
પિતાની હોંશ હોય ને વડીલની હૂંફ હોય, પછી કો માણસ વિકાસ ના સાધી શકે ?
૧૨
વિદ્યાની બે પાંખે વિદ્યાને જે પંખી કલ્પીએ તે, બેશક, વિનય ને વિવેકને એની બે પાંખો જ ગણવી જોઈએ.
અને, આવી બે પાંખાળી વિદ્યા જેને વરે, એના જ્ઞાનના સીમાડા કેટલા વિસ્તરે, એની તો કલ્પના જ કરવી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org