________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૧]
૧૪
કર્મ અને આગમસાહિત્યનું જ્ઞાન પિતે જે વિષય ભણે, એમાં તન્મય બની જવું, એ એમની સહજ પ્રકૃતિ હતી. એ વિષયના તળિયે સમાયેલાં રહસ્યોને બરાબર સમજવા તેઓ પ્રયત્ન કરતા, ને એકવાર સમજાયા પછી એ કદી ન ભૂલતા.
ભણવામાં કે વિચારવામાં એ જ્યારે એકરસ થઈ જતા ત્યારે, કેણ આવે-જાય છે, શું કરે છે, એનોય એમને ખ્યાલ ન આવતો. આસપાસ કોઈ વાતે ચાલતી હોય, એ પણ એમને ખલેલ પહોંચાડી ન શકતી. જિંદગીના અંત સુધી તેઓ આ એકાગ્રતાને સાચવી શક્યા હતા.
આવી એકાગ્રતાના પરિણામે એ ન્યાય-ખાસ કરીને નવીન ન્યાય-જેવા શુષ્ક, નીરસ અને અતિગહન વિષયને પણ ખૂબ સરળતાથી પચાવી શક્યા હતા. અને આ ન્યાયશાસ્ત્રને એમને અભ્યાસ, માત્ર ગ્રન્થો ભણવા પૂરતું જ સીમિત નહોતો રહ્યો; એ અભ્યાસે તે એમની તાર્કિકતાને તથા એમની વ્યવહારુ બુદ્ધિને પણ ખૂબ તેજસ્વી બનાવી હતી. એક મોટા બેરિસ્ટરનેય ટે એવી બુદ્ધિપ્રતિભા આ અભ્યાસે એમને આપી હતી. એમના જીવનની આ અદ્દભુત શક્તિ હતી.
જેમ ન્યાય, એમ કર્મગ્રન્થ પણ એમને મનગમતો વિષય હતે; એમાં એ નિષ્ણાત બન્યા હતા. પ્રથમ ચાર કર્મગ્રન્થોની ટીકા એમણે શ્રાવક પંડિત હીરાલાલભાઈ પાસે વાંચેલી. એ સિવાયનું પ્રાચીન અને નવીન તમામ કાર્મગ્રન્થિક સાહિત્ય આપમેળે વાંચી ગયા હતા. “કમ્મપયડી” એ આ વિષયને મૂર્ધન્ય ગ્રન્થ ગણાય છે. એ આખાય ગ્રન્થ એમણે વિહારમાં, રાત્રે ચન્દ્રના પ્રકાશમાં, વાંર હતો. આ વિષયમાં એ એટલા ઊંડા ઊતર્યા હતા કે એમની બરાબરી કરે, એવા બીજા સાધુ ન હતા.
દગડૂમલજી નામે એક મારવાડી ગૃહસ્થ. કર્મગ્રન્થ વિષયના એ જબરા જાણકાર. જૂની પેઢીના કર્મસાહિત્યના જાણકારોમાં એ સારા પંકાયેલા. એ એવી ઝીણી ઝીણી વાતે રજૂ કરે ને પૂછે કે ભલભલા ગૂંચવાઈ જાય. એ દગડૂમલજીને પણ એ વિષયમાં અમુક વાત નહોતી સમજાઈ; એ વાત એમના મનમાં શંકારૂપે ઘોળાતી હતી. એને ઉકેલ મેળવવા એ ઘણે ઠેકાણે ગયા હતા. પિતાને પૂછવાગ માનતી વ્યક્તિઓનેય પૂછ્યું હતું, પણ ઉકેલ નહોતા મળ્યા.
એવામાં એકવાર તેઓ ચરિત્રનાયક પાસે આવ્યા. જોકે, આવ્યા હતા તો અમસ્તાં જ, એમાં વાતવાતમાં વાત નીકળી ને એમણે પિતાની શંકા ચરિત્રનાયક આગળ રજૂ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org