________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩] શ્રી વિજયનંદનસૂરિજીએ સંમેલનના શુભ મુહૂર્ત માટે ચિત્ર વદિ ૮, ૯, ૧૧ અને વૈશાખ શુદિ ૩ એમ ચાર દિવસે લખી જણાવ્યા.
એમના વિહારના સમાચાર સાંભળીને અતિ આનંદમાં આવી ગયેલી વ્યક્તિઓએ એમના પર પત્રો લખ્યા. એમાંના અમુક પત્રે આપણે વાંચીએ:
શેઠ કચરાભાઈ હઠીસિંગઃ “આપે શુભ પગલું ભર્યું છે. અમને આનંદની સીમા નથી રહી. આપ સુખરૂપ પધારો ને વિહારમાં આપની તબિયત સારી રહે એમ પ્રાર્થના કરીએ છીએ.”
શેઠ શકરચંદ મણિલાલઃ “ઘણો જ આનંદ થયેલ છે. આપના વિહાર કરવાના સમાચાર સાંભળી અત્રે પણ ઘણી જ ખુશી પથરાઈ છે. છેલ્લે છેલ્લે પણ આપશ્રીને વિહાર કરવાની પ્રેરણા પરમ પૂજ્ય પ્રાતઃ સમરણીય ગુરુમહારાજે કરી તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.”
મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગઈ કાલે રાત્રે તાર મળે. આપશ્રી વિહાર કરવાના છે, તેથી સર્વત્ર આનંદ થયે છે, મને તો સવિશેષ જ થયા છે.”
નિર્ણય પ્રમાણે ચિત્ર શુદિ દશમે વિહાર કર્યો. પહેલો મુકામ પાલિતાણા ગામ બહાર મોદીના બંગલે કર્યો. તેઓ બંગલે પહોંચ્યા કે થોડી જ વારમાં અમદાવાદથી શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ખાસ સલાહકાર શ્રીકાંત ત્યાં આવી પહોંચ્યા. એ કહેઃ “સાહેબ! ઘણા સમયથી આપને મળવાનું મન હતું. વળી, મને થતુ તુ કે મહારાજ સંમેલનમાં કેમ નથી આવતા ? એમણે આવવું જ જોઈએ. આ કહેવા માટે પણ આવવું હતું, પણ સમય નહોતો મળતો. ત્યાં સાંભળ્યું કે આપ પધારે છે, એટલે હું તે બધું મૂકીને દોડતો આવ્યો. બહુ સારું થયું, આપે પધારવાનું નક્કી કર્યું તે.”
શ્રીકાંત કેમ આવ્યા છે, એ શ્રી વિજયનંદનસૂરિજી બરાબર સમજતા હતા. સૂરિ સમ્રાટ અને શ્રી વિજયનંદનસૂરિજીમાં એક તફાવત હતો ઃ સૂરિસમ્રાટને લાગે કે આ માણસ વિશ્વાસ કરવા લાયક નથી, તે તેઓ એને દૂરથી જ રવાના કરી દે, એની જોડે વાત સુદ્ધાં ન કરે, જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી એવી વ્યક્તિને કાઢી ન મૂકતાં બેસાડે, એની વાત સાંભળે, ને છેવટે એને પિતાને જ ભેઠા પડ્યા જેવું લાગે એવી સ્થિતિમાં એને મૂકીને વિદાય આપે ! ' શ્રીકાંત સામા પક્ષની વ્યક્તિ હતા, અવિશ્વસનીય હતા, છતાં એ મળવા આવ્યા, ત્યારે એની જોડે એમણે શાંતિથી વાતો કરી.
એ દિવસોમાં “સેવાસમાજ” નામના જૈન પેપરમાં એક લેખ આવેલે. એમાં સમેલનની કશી આવશ્યકતા નથી, એ મતલબનું લખાણ હતું. એ લેખ શ્રી વિજયરામચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org