________________
[૬૨]
આ. વિનન્દનસૂરિ-સ્મારકત્ર થ
અને આખરે અન્ય પણ એમ જ. શ્રી વિજયનનસૂરિજીએ કહ્યા પ્રમાણે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાના નિવેડો લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય અકથ સ્થાપવાનું જે ઉત્તમ કાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ખભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું ! પરિણામે, શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજની હાર્દિક ભાવના નિષ્ફળ બની. એમના તરફથી સૂરિસમ્રાટને જણાવવામાં આવ્યુ કે “ અમે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નીવડવા છીએ, હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશેા.”
છિન્નભિન્નતામાં માનતાં આંતરિક પરિબળાના આ પ્રભાવ હતા ! કહા કે, સંઘની શાંતિના કાળ હજી પાકળ્યા ન હતા !
૨૪ વેદાન્તના જ્ઞાતા
શ્રી વિજયનદનસૂરિજીને વેદાંતને રસપૂર્ણ અભ્યાસ હતા. વેદાન્તના ગહન પદાર્થાની ને દ્વૈત-અદ્વૈતના તત્ત્વજ્ઞાનની ચર્ચા એ ખૂબ રસમય રીતે કરી શકતા. એ ચર્ચા કરતા એમને સાંભળીએ તે લાગે કે કોઈ મહાન વેદાન્તી આપણી સામે બેઠા છે. સંસારની નશ્વરતા અને એવી ખાખતા પરનાં એમનાં ચિન્તનામાં વેદાન્તના સિદ્ધાન્તાનુ સારોહન સતત જોવા મળતુ .
એક કાળ ગૃહસ્થ હતા. નામે જમનાદાસભાઈ. મૂળ મહુવા પાસે રાજુલાના, પણ મુંબઈ રહે. ખૂબ સુખી. સરકાર તરફથી જે. પી.ના ઇલકાબ મળેલા. સૂરિસમ્રાટના ભારે અનુરાગી. ઘણીવાર આવે-જાય,
એમને એક દીકરી હતી. નિળાકુમારી. એ બહેનને સસ્કૃતના વિશેષ શેાખ. વ્યાકરણ, કાવ્ય, તર્કશાસ્ત્ર ને વેદાન્ત, આ બધા વિષયેા ઘણા રસપૂર્વક તૈયાર કરેલા, સસ્કૃતમાં કડકડાટ વાતેા કરે, ભાષણ પણ કરે.
સ. ૧૯૯૯માં સૂરિસમ્રાટ શહિશાળા હતા, ત્યારે એ અને બાપ-દીકરી ત્યાં આવ્યાં. બાપુજી સૂરિસમ્રાટ પાસે બેઠા, ને નિર્મળાકુમારીએ કુતૂહલની વૃત્તિથી બધા સાધુઓને મળવાનુ શરૂ કર્યું. ખધામાં શ્રી વિજયનન્દનસૂરિજી પાસે એનું મન ઠર્યું, એમની પાસે બેસીને એણે સસ્કૃતમાં વાતા આદરી. ખનેએ જુદી જુદી તત્ત્વચર્ચા સંસ્કૃતમાં ચલાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org