________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૬૩] રહીશાળામાં અંજનશલાકા કરાવવાની હતી, એટલે ઉપાશ્રયમાં પ્રતિમાઓ પડેલી. એ તરફ નજર જતાં જ એ બહેને પ્રશ્નો પૂછવા શરૂ કર્યાઃ “આ શું છે?”
શ્રી વિજયનંદનસૂરિજીએ ઉત્તર આપવા માંડ્યા: “ભગવાન છે.” આ તે મૂર્તિ છે; એને ભગવાન કેમ કહેવાય ?”
મૂર્તિમાં ભગવાનની સમાપ્તિ કરી છે, માટે એને ભગવાન કહી શકાય. અને એટલે જ એની પૂજા પણ કરી શકાય.”
“સમાપત્તિ એટલે શું ?” સમાપત્તિ એટલે એક વસ્તુમાં બીજી વસ્તુને ઈચ્છાપૂર્વક થતે આરોપ.”
આરોપ એટલે ભ્રમ,” ગૂંચવણમાં મૂકે એ સવાલ ઉપસ્થિત કરતાં નિર્મળાકુમારીએ કહ્યું: “આ તો મૂર્તિમાં ભગવાનનો ભ્રમ થયે. ખરેખર તો એ ભગવાન ન જ ઠર્યા માત્ર ભગવાનનો ભ્રમ જ રહ્યો. અને એમ હોય, તે એની પૂજાનું ફળ કશું જ ન હોઈ શકે. એટલે પૂજા કરવી પણ નિષ્ફળ છે.”
- આ ચર્ચા સાંભળવા આસપાસ મુનિમંડળ એકઠું થઈ ગયેલું. એમાંના અભ્યાસી મુનિઓને લાગ્યું કે આમાં વિજયનન્દનસૂરિજી ગૂંચવાઈ જશે.
પણ, એમણે તે લાગલે જ જવાબ આપે : “તમે કહો છો કે આ ભ્રમ છે, એ બરાબર છે. પણ, ભ્રમ પણ બે પ્રકારના હોય છે. એક સંવાદી ભ્રમ; બીજે વિસંવાદી ભ્રમ. સંવાદી ભ્રમથી કરેલી પ્રવૃત્તિ સફળ હોય છે, ને વિસંવાદી ભ્રમથી થતી પ્રવૃત્તિ નિષ્ફળ નીવડે છે. જેમ, છીપલું પડ્યું હોય, એના ચળકાટને લીધે એને ચાંદી સમજીને કોઈ લેવા દોડે, પણ ત્યાં પહોંચતાં એને નિષ્ફળતા જ મળે. આનું નામ વિસંવાદી ભ્રમ. અને, એક ઓરડામાં એક તરફ દ બળતો હોય, બીજી તરફ ઝગારા મારતો મણિ પડ્યા હોય; મણિ અને દીવ, બંનેના પ્રકાશ એકબીજામાં મળી જતા હોય; એ વખતે કોઈ માણસ મણિને કે દીવાને જોયા વિના જ ફક્ત પ્રકાશ જોઈને દીવાને મણિ માની લે, અને મણિને દી સમજી લે, એનું નામ સંવાદી બ્રમ. કેમ કે, આવા ભ્રમવાળો માણસ મણિ મેળવવા માટે જ્યારે દીવાના પ્રકાશ તરફ જાય છે, ત્યારે એ જેને મણિ માને છે, એ વસ્તુ મણિ નથી (એ તે દીવ છે), અને છતાં ત્યાંથી એને મણિ મળે તો છે જ. એટલે એની પ્રવૃત્તિ તે સફળ બની જ, માટે જ એનો ભ્રમ સંવાદી કહેવાય. એ જ પ્રમાણે, અહીં પ્રતિમામાં પણ ભગવાનને આરોપ કરાય છે, એટલે ભ્રમ તે છે જ; પણ એ સંવાદી ભ્રમ સમજ, એનું ફળ અવશ્ય હોય; નિષ્ફળ ન હેય.”
આ ઉત્તર સાંભળીને નિર્મળાકુમારીનો વેદાન્તરસિક આત્મા ખૂબ કોળી ગયે. એ કહેઃ “આપ મારા ગુરુજી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org