________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૭૯] શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણિ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણું વગેરે અનેક પ્રમાણને અનુસાર તેમ જ ત્રિકાલાબાધિત જૈન શાસ્ત્રાનુસારિ તપાગીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમ જ શ્રીધર શિવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે, વળી ૧૫૨, ૧૯૬૧, ૧૯૮લ્માં અમદાવાદના ડહેલા ઉપાશ્રય, લવારની પિળને ઉપાશ્રય, વીરને ઉપાશ્રય, વિમળને ઉપાશ્રય, વગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘે આચરેલ આચરણ મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪ નું સંવછરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. ૭-૯-૪૮ના રેજ આરાધવું તે જ અમેને વ્યાજબી લાગે છે. તમારે પણ આ જ પ્રમાણે સંવછરી પર્વ આરાધવું તે અમને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી.
“સં. ૧૫રની શ્રીસંઘની આચરણાથી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની ગરબડ ઊભી થઈ નથી. તેમ ભવિષ્યમાં થશે એવું અમારું માનવું છે જ નહિ.
મુનિશ્રી દર્શનવિજયજીની તબિયત હવે સારી હશે.” કે સ્પષ્ટ અને સુંદર છે આ પત્ર!
એની સરળ, સભ્ય ભાષા, વાંચનારને તરત જ સમજાઈ જાય એવી છે. શબ્દ શબ્દ શ્રી વિજયનંદસૂરિજીની દીર્ઘદશી બુદ્ધિમત્તા નીતરે છે.
શાંતિની સાચી ચાહના અને શાંતિના માર્ગની એમની ઊંડી સૂઝબૂઝ આ પત્રની પૂર્વભૂમિકામાં પડ્યાં છે.
કાશ, આ અદ્દભુત શક્તિપુજન પૂરો લાભ લઈ શકાય હેત તે?
२५
શાસનપ્રભાવના સૂર્યના તેજમાં બીજા ગ્રહનક્ષત્રનાં તેજ સમાઈ જાય, એમ સૂરિસમ્રાટે કરેલી શાસનપ્રભાવનાઓમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનપ્રભાવના સમાઈ જતી. સુરિસમ્રાટનું એક પણ કાર્ય એવું ન હતું, જેમાં આચાર્ય શ્રી વિજયદયસૂરિજી મહારાજની જેમ જ શ્રી વિજયનંદનસૂરિજી પણ ન સંકળાયા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org