________________
[૨૪]
આ. વિ.નંદનસૂસ્મિારકગ્રંથ શ્રી દેવસૂર સંઘના આગેવાનો જ નહિ, પણ આ સાંભળીને હિન્દુસ્તાનને સમસ્ત જૈન સંઘ આનંદમાં આવી ગયે. શ્રી વિજયનંદનસૂરિજીના દીર્ધદષ્ટિભર્યા આ નિર્ણયની સર્વત્ર માનભરી પ્રશસ્તિઓ ગાવાઈ.
પણ, એ બધામાં એમને રસ ન હતું. એમને રસ હતો. શ્રીસંઘની એકતામાં. નિર્ણયની સાથે જ તેમણે કહ્યું કે “એટલું ધ્યાનમાં રાખજો કે, બુધવારમાં પણ ત્રણ મત છે ઃ એક વ્યક્તિ ચોથનો ક્ષય કહે છે; બીજા ત્રીજનો ક્ષય કહે છે; ત્રીજા વળી દ્વિધામાં છે. આ ત્રણનેય ઝઘડો જબરે છે. આ ત્રણમાંથી કયા મતને અનુસાર બુધવાર કરવાનું છે, તે નક્કી કરવું જોઈએ. આપણામાં પહેલાં સાગરજી મહારાજને સમુદાય, નીતિસૂરિજી મહારાજને સમુદાય, ડહેલાનો સમુદાય, વલ્લભસૂરિજી મહારાજને સમુદાય વગેરેને તમારે પૂછી લેવું જોઈએ કે બુધ અને ગુરુને આગ્રહ રાખ્યા સિવાય આપણે તપાગચ્છીય દેવસૂર સંઘની એકતાને વિચાર કરે છે અને તેને માટે છે રતો લે છે? ત્યાર પછી સિદ્ધિસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, પ્રેમસૂરિજી મહારાજ વગેરેને પણ તમારે પૂછી લેવું જોઈએ કે એકતાનો વિચાર કરે છે કે કેમ ? અને બધાને એક વિચાર થાય તે માર્ગ આપણે લે; અને એમ ન થઈ શકે તે પછી એક પક્ષની એકતાને વિચાર કરે, એ માર્ગ વ્યાજબી લાગે છે. બુધવાર વર્ગમાં પણ વિચારભેદ ન રહેવું જોઈએ; તેની એકતા કાયમને માટે થવી જોઈએ.”
આ બધી વિચારણાઓ–વાતો કરીને એમણે શ્રીસંઘની વિનતિ અનુસાર બુધવાર અગેનો નિર્ણય લખીને શ્રી દેવસૂર સંઘને સુપ્રત કર્યો.
આ પછી સંઘની એકતા ખાતર લીધેલા આ નિર્ણયમાં શ્રી વિજ દર્શનસૂરિજી મહારાજ, શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, શ્રી વિજયલાવયસૂરિજી મહારાજ વગેરે ગુરુભાઈની સંમતિ મેળવી લીધી, અને એ રીતે આખા સમુદાયમાં એકવાકયતા જાળવી.
- આ પછી, ૨૦૧૩ના એ વર્ષે સમગ્ર એકતિથિપક્ષના શ્રીસંઘે ભાદરવા શુદિ ચોથને બુધવારે મહાન ઉલ્લાસ સાથે સંવત્સરી મહાપર્વની આરાધના કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org