________________
[૮૦]
આ વિનંદનસૂરિસ્મારકગ્રંથ સૂરિસમ્રાટથી તેઓ બેએક વાર જ જુદા પડ્યા એક વાર હતા. વિ. સં. ૧૯૯૦માં સાત-આઠ મુનિઓને લઈને જૂનાગઢની યાત્રાએ ગયા ત્યારે અને બીજી વાર તબિયતના કારણે સં. ૧૯૫૫માં. પણ, આ બંને પ્રસંગે મહિને-બે મહિના જેટલો જ સમય જુદા રહ્યા હતા. યાત્રા પૂરી થઈ અને તબિયત સ્વસ્થ થઈ કે તરત જ સૂરિસમ્રાટના સાંનિધ્યમાં. - સુરિસમ્રાટને એ કલ્પવૃક્ષ માનતા. અને એમની સેવાથી વંચિત એક દિવસ પણ રહેવું પડે, એ એમને દુઃખકર હતું. વિ. સં. ૧લ્મમાં તબિયતના કારણે પાલિતાણું રહી જવું પડ્યું, ત્યારે એમણે સૂરિસમ્રાટ પરના એક પત્રમાં લખ્યું હતું :
“કલ્પવૃક્ષની સેવનાથી કેણ સહદય જીવ વંચિત રહે? કલ્પવૃક્ષની સેવનાથી કારણસર વંચિત રહેવું પડે તે પણ એક કુદરત અધીન અંતરાય જ છે.”
સૂરિસમ્રાટના કાળધર્મ પછી એમના આદર્યા કાર્યો પૂરાં કરવામાં અને બીજાં પણ શાસનપ્રભાવનાનાં મહત્વનાં કાર્યો કરવામાં એમણે અથાગ મહેનત લીધી હતી. કેટલાંક કાર્યો પોતાના પૂજ્ય ગુરુમહારાજ શ્રી વિજયસૂરિ મહારાજની નિશ્રામાં રહીને કર્યા અને કેટલાંક સ્વતંત્રપણે પણ કર્યા હતાં.
મહુવામાં સુરિસમ્રાટના જન્મસ્થાન પર જિનાલય બંધાવવાની એમના આ બંને અંતેવાસીઓની પ્રબળ ભાવના હતી. એ અનુસાર ત્યાં શ્રી નેમિવિહાર નામે સુંદર જિનાલય તૈયાર થતાં સૂરિસમ્રાટના હાથે તેની પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલુ હતી. પણુ, સં. ૨૦૦૫માં જ તેઓ કાળધર્મ પામ્યા, એટલે એ કાર્ય એમના હાથે ન થઈ શકયું !
એ નેમિવિહારપ્રાસાદને અડીને જ બીજું પણ શ્રી કેસરિયાજીપ્રાસાદ નામે ચિત્ય કરાવેલું. આ બંને પ્રાસાદો ભવ્ય, શિખરબંધી, બે અને ત્રણ મજલાના અને રમ્ય કોતરણીયુક્ત હતા. સૂરિસમ્રાટની પ્રેરણાથી શ્રી કદમ્બગિરિતીર્થનો વહીવટ અને રક્ષણ અર્થે સ્થપાયેલી તપાગચછીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી એ પ્રાસાદો તૈયાર થયા હતા ને પ્રતિષ્ઠા પણ તે પેઢી તરફથી જ કરવાની હતી.
આ પેઢી સૂરિસમ્રાટના માર્ગદર્શન અનુસાર તીર્થના વહીવટ અને રક્ષણનું કાર્ય કરતી હતી. એમના કાળધર્મ પછી એમના ઉપદેશાનુસાર શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીના માર્ગદર્શન પ્રમાણે એણે કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું.
ઉપર્યુક્ત બને દેરાસરોની પ્રતિષ્ઠા અંગે બંને આચાર્યના ઉપદેશાનુસાર પેઢીએ વિ. સં. ૨૦૦૬માં અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાને નિર્ણય કર્યો. પ્રભુજીના આદેશ અનેક ભાગ્યવંત ગુરુભક્તોએ લીધા, અને ફાગણ મહિનામાં સુરિસમ્રાટના પ્રાયઃ સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org