________________
આ. વિન‘નસૂરિ-સ્મારકગ્ન થ
ખભાતમાં નવાબશાહી હતી, ત્યારે ‘ખાપટ' કરીને એક પોલિસઉપરી હતા. એ પણ વેદાન્તના ભારે રસિયા. સૂરિસમ્રાટ ખભાત હોય, ત્યારે એ અવારનવાર આવે, ને ખાસ કરીને શ્રી વિજયનન્દનસૂરિજી પાસે વેદાન્તની ચર્ચા
કરે.
પચાવેલા તત્ત્વજ્ઞાનની આ બલિહારી હતી.
[ ૬૪ ]
૨૫
ગુરુભક્તિની પરાકાષ્ઠા
શિષ્યના ચાર પ્રકાર છેઃ
(૧) કેટલાક શિષ્ય વિદ્યમાન ગુરુની અખડ ભક્તિ કરે, ને ગુરુની હયાતી પછી પણ એમના નામ-કામને ઉન્નત કરવા દ્વારા એમની ભક્તિ કરે. (૨) કેટલાક જીવતા ગુરુની ભક્તિ કરે, પણ પછી પેાતાના સ્વાર્થમાં પરાવાઈને ગુરુને ને . એમના ઉપકારોને સદંતર વીસરી જાય. (૩) કાઈ વળી, જીવતા ગુરુની સામ્ય ન જુએ, ને પાછળથી એમને માટે અપાર ભક્તિ દાખવે; કટાક્ષની ભાષામાં આવા શિષ્યને ‘મૂર્તિ પૂજક’ કહેવાય છે. અને (૪) કેટલાક એવા હોય છે, જે ગુરુની હયાતીમાં અને ગેરહયાતીમાં પણ એમની લેશ પણ ભક્તિ નથી કરી શકતા.
શ્રી વિજયનંદનસૂરિજી પ્રથમ પ્રકારના શિષ્ય હતા. પોતે દીક્ષા લીધી ત્યારથી તે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ સુધી એમણે એમની જેવી અખંડ સેવાભક્તિ ખજાવી હતી, તેવી જ સેવાભક્તિ એમણે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી પણ પેાતાના જીવનની અંતિમ પળ સુધી કરી હતી.
ગુરુભક્તિના એમની પાસે બે પ્રકાર હતા : શારીરિક અને માનસિક, સૂરિસમ્રાટનાં ગાચરી-પાણીનું ને પડિલેહણાદિનુ ધ્યાન રાખવુ, એમની પ્રત્યેક ક્રિયામાં એમને શારીરિક તકલીફ ન પડે અથવા ઓછી થાય, તે રીતની અહર્નિશ પરિચર્યા કરવી, એમના પડો ખેલ ઝીલીને ચીધેલાં કાર્યોં ત્વરિત રીતે કરવાં, પગચપી વગેરે કરવુ, આ બધાં એમની શારીરિક ભક્તિનાં અગા હતાં.
Jain Education International
સૂરિસમ્રાટને જે વાત અને કાર્યં રુચે, તે જ કરવાં; સૂરિસમ્રાટ જે પ્રશ્નમાં કે ચર્ચામાં કે વિચારામાં રસ લે, તેમાં જ ભાગ લેવા; સૂરિસમ્રાટના મહાન વિચારોને વહેવા; સૂરિસમ્રાટના આદર્શ અનુશાસનનુ અને આજ્ઞાઓનું ખંતપૂર્વક પાલન કરવું;
For Private & Personal Use Only
www.jainelibrary.org