________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૭૧] કેટલે દૂરથી આ લો કે આવ્યા છે! એમને ક્યાં સુધી રેકી રાખવા? અને, આ કાગળ કેટલા દૂરથી આવ્યો છે ! એને આજ ને આજ જવાબ ન લખીએ, તે એનું કામ ઘણું લંબાય.” અને પછી ઉમેરતા ઃ “આ બધે સ્થળે શાસનનાં કાર્યો થાય છે, ત્યાં આપણે ક્યાંય પહોંચી શકવાના તો નથી જ. પણ શાસનસમ્રાટના આશીર્વાદથી આપણને આ બાબતનું થોડું ઘણું જ્ઞાન મળ્યું છે, તે એ દ્વારા એ બધાં શાસનકાર્યોની અનુમોદનાનો અહીં બેઠા બેઠા લાભ કેમ ન લઈએ?”
ઘણું વાર મુહૂર્ત લેવા આવ્યા હોય, એને પૂરી જાણકારી ન હોય, એ એટલું જ સમજે કે મારે દેરાસરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોઈએ. એવે વખતે “લે દેવ ચોખા, ને મિલ મારે છે.” એવી રીતે તેઓની પાસે ન હતી. એ તો પાકી માહિતી માગે : દેરાસર કઈ દિશાનું છે? મૂળનાયક ક્યા છે? આવી જરૂરી બધી માહિતી માગી લે. પિલાને ખબર ન હોય તો તેને પાછો મોકલીને ફરી મંગાવે, ને બધું ચોકકસ કરી લે, પછી જ મુહૂર્ત આપે. આથી મુહૂર્ત લેનારને ચિરસ્થાયી શ્રદ્ધા જન્મતી.
મુહૂર્ત નાનું હોય કે મોટું, પણ મહેનત પૂરેપૂરી કરતા. એમની નોટબુકે જુઓ, તે ખ્યાલ આવે કે તેઓ કેવું સૂકમ ગણિત કરતા ! એક મુહૂર્ત માટે ગુજરાતનાં, રાજસ્થાનનાં, મહારાષ્ટ્રનાં, બનારસનાં ને એવાં જાતજાતનાં પંચાંગે તપાસે, બધાને મેળ શક્ય હોય એટલો સાધે; વળી શંકા હોય તે મુહૂર્તના ગ્રન્થ અને પાઠેની ચકાસણું કરી એના આધારે લે; ઉત્સર્ગ અપવાદ અને વિધિ-નિષેધોને ખ્યાલ કરે, ને છેવટે એ બધાનો નિષ્કર્ષ કરીને મુહૂર્ત નકકી કરે.
મુહૂર્ત લેવા આવનાર ક્યા પ્રાન્તને કે ગામનો છે, એની પહેલી પૃચ્છા કરે. એ પ્રાન્ત કે ગામને લાગુ પડતા તિષશાસ્ત્રીય ગુણ-દે ને એના વહેમે, ગ્રાહ્ય-ત્યાજ્ય રિવાજો વગેરે બધું તેઓના ધ્યાનમાં જ હોય, એટલે એ અનુસાર જ મુહૂર્ત આપે.
ક્યારેક કેઈક એમની પરીક્ષા કરવા પણ આવતા. એવા લેકેને ખરેખર મુહૂર્ત ન જોઈતું હોય, માત્ર એમનામાં કેટલું જ્ઞાન છે, એ જાણવા ખાતર જ પૂછે; ને પછી બીજે જઈને એની પરીક્ષા કરે-કરાવે. આવા લોકોને એ દાદ ન દેતા; એ કહેતાઃ “આ માટે મને સમય નથી. હું તે મારા પશમ પ્રમાણે કહું છું. ખરેખર જરૂરિયાત હોય તો લઈ જાવ, નહિ તે ચાલ્યા જાવ.”
કેટલાક લોકો બીજેથી મુહૂર્ત કઢાવીને એમની પાસે એની ખાતરી કરાવવાય આવતા, ત્યારે તેઓને જવાબ સ્પષ્ટ રહેતા : “કોઈએ કહ્યું એ સાચું છે કે ખોટું, એ શોધવાનું કામ મારું નથી. તમને ઠીક લાગે એમ કરે. હું બીજાની પંચાતમાં પડતું નથી.”
કેટલાક વહેમી લેક પણ આવતા. એમને સંતોષ આપવા માટે એ એમને જોષીને લઈને આવવાનું સૂચવતા. અમદાવાદમાં ગિરિજાશંકરભાઈ અથવા એમના પુત્ર બ્રહ્મકુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org