________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૧] તે નીકળી પણ ગયા. હજી તો અમદાવાદ રહેવાનું નક્કી થયાના સમાચાર લોકોના કાને પહોંચ્યા જ હતા, ત્યાં તે વિહારનું દશ્ય જોવા મળ્યું. ને, શું સાચું ? સાંભળેલું કેજેયેલું?–આ પ્રશ્ન લોકોને ગૂંચવી દીધા.
વસ્તુતઃ, ચરિત્રનાયકની નિર્લેપતાએ સંપાદન કરેલી ગુરુકૃપાની આ મહાન ઉપલબ્ધિ હતી.
બરાબર બાર દિવસે બેટાદ પહોંચ્યા. માસું ત્યાં ગાળ્યું. દરમિયાન, એમણે ને સુરિસમ્રાટે હેમચંદભાઈને ઘણી ઉત્તમ ધર્મારાધના કરાવી. એથી, હેમચંદભાઈના આત્માને અપાર પ્રસન્નતા થઈ. એ પ્રસન્નતા અને સમાધિભાવનું ભાતું લઈને પર્યુષણ પહેલાં તેઓ સ્વર્ગે સંચર્યા.
સૂરિસમ્રાટે કહ્યું : “નન્દન ! આપણું બેટાદ આવ્યું સાર્થક થયું. આ આત્મા એનું કલ્યાણ સાધી ગયો.”
હરગોવિંદદાસ એમના બીજા મોટાભાઈ હતા. એમણે વર્ષો સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અગત્યની સેવાઓ કરી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના શબ્દોમાં કહીએ તે “હરગોવિંદદાસ જેવો ઉમદા માણસ પિઢીને ફરી મળે મુશ્કેલ છે.”
એમણે રાણકપુર તીર્થની પેઢીમાં ઘણી સેવા આપી. એમની સજજનતાને લીધે એ બાબુસાહેબ” તરીકે બહુમાન અને ખ્યાતિ પામેલા.
એ પિતાની પાછલી ઉંમરે નરમ રહેતા. અને જ્યારે છેલ્લે એમને લાગ્યું કે “હવે હું વધારે સમય નહિ જીવું, ત્યારે વિ. સં. ૨૦૧૭-૨૦૧૮ના અરસામાં એમણે પિતાના બંને દીક્ષિત ભાઈઓને વિનતિ કરીને બોટાદ બોલાવ્યા. એમના સાંનિધ્યમાં ધમસાધના કરી, ને પિતાજીની જેમ એ પણ સમાધિ સાથે સ્વર્ગવાસ પામ્યા.
એમને બે સંતાનો છેઃ પુત્ર જયંતીલાલ ને પુત્રી હીરાબહેન.
૧૯
અંજનશલાકા એ સમયમાં અંજનશલાકા નહોતી થતી. પચાસેક વર્ષથી ડાક સમય અગાઉ પાલિતાણામાં ત્રણેક અંજનશલાકાઓ થયેલી, ત્યારે ત્યાં, ગમે તે કારણે, રોગચાળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org