________________
[૪૬]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ નહિ. તમારા શ્રાવકો પાસે ઘણુ પૈસા છે. તમને જ્યારે દર્દ થાય, ત્યારે મને બોલાવવાનો ને મને સો રૂપિયા અપાવવાના!” અને એ ખડખડાટ હસી પડતા.
આમ ને આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ગેસની ફરિયાદ જિદી થઈ ગઈ હતી, લિવરને ને એને લીધે પડખાનો દુઃખાવો રોજનો ભાઈબંધ બની ગયું હતું. એ છેલ્લા દિવસ સુધી રહ્યો.
સં. ૨૦૧૧નું ચોમાસું અમદાવાદમાં કરેલું. એ વખતે કાર્તક શુદિ પાંચમને ઉપવાસ કરે. છડે પારણું કરીને બેઠા હતા. પૂ. આચાર્ય શ્રી વિજયદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન આપવા ગયા, ને થોડી જ વારમાં એમને એકદમ મેંમાં તમતમ થવા માંડયું, છાતીમાં ગભરામણ થવા લાગી. એમણે તરત સાધુ જેડે આચાર્ય મહારાજને કહાવ્યું : “વ્યાખ્યાન બંધ કરીને ઝટ પધારે, મારી તબિયત બગડી છે.”
પૂ. વિજયસૂરિજી મહારાજ વ્યાખ્યાન પડતું મૂકીને દોડતા આવ્યા. પણ, એટલી વારમાં તો, તેઓ બેભાન બની ગયા હતા.
તત્કાળ ડૉકટ આવ્યા. ચાંપતા ઉપચારો શરૂ થયા. પણ એકેય દવા, ઈજેકશન કે ઉપચાર લાગુ ન પડયાં. ઊલટું, નાડી લગભગ સ્થગિત થઈ ગઈ. હાર્ટ, ધબકારા, પલ્સ, પ્રેશર, બધું એવી વિચિત્ર સ્થિતિમાં મુકાયું કે ડૉકટ વિમાસણ અનુભવી રહ્યા. ડૉ. સુમન શાહ, સર્જન ડે. સભાગચંદ શાહ, ડો. સી. એફ. શાહ, ડો. નાનાલાલભાઈ, ડો. ગુણવતલાલ અલમૌલા, ડૉ. નટવરલાલ એસ. શાહ, ડૉ. ધીરુભાઈ શાહ, ડો. ચંદ્રકાંત વકીલ, ડે. છોટુભાઈ એફ. શાહ, ડો. જયસુખભાઈ વગેરે ડૉકટરે રાતદિવસ હાજર રહીને શક્ય તમામ સારવાર કરતા હતા.
આ સ્થિતિ બરાબર બેતેર કલાક ચાલી. ડૉ. સુમન્ત શાહને છેવટે લાગ્યું કે હવે આ કેસ ખોટ છે; બે-ચાર કલાકનો જ સવાલ છે.” અને, એમને ફરીવાર બેલાવવા જનારને એમણે સ્પષ્ટ કહી દીધું કે “મને શા માટે બોલાવે છે? મારાથી થાય એ બધું જ મેં કરી લીધું છે. ને હવે મહારાજશ્રી બે-ચાર કલાકથી વધુ નહિ જ કાઢે.”
ખરેખર, આ જ સ્થિતિ હતી. ગંભીર તબિયતના સમાચાર જનતાને વિહવળ કરી મૂકી હતી. એ ટેળે વળીને દર્શને ઉમટવા લાગી. રિલીફ રોડના નાકા સુધી લોકેની કતાર જામવા લાગી, એ ધસારો રોકવા માટે ઉપાશ્રયના દરવાજે આગેવાન શ્રાવકે જાતે ઊભા રહ્યા. અમદાવાદમાં તે સમયે વિદ્યમાન મુનિસમુદાય ત્યાં સતત હાજર રહ્યો.
ત્રીજા દિવસે, જીવદયાપ્રેમી, ગુરુભક્ત શ્રાવક શા. સારાભાઈ જમનાદાસને થયું કે ડૉકટરે એ જે હાથ ધોઈ નાખ્યા છે, કાંઈ ફેર પડે એમ લાગતું નથી, તે છેલ્લા ઉપાય તરીકે જીવદયાની પ્રવૃત્તિ કેમ ન કરવી?—આ વિચાર એમણે પૂ. આચાર્ય વિજયેદયસૂરિજી મહારાજને જણાવ્યો અને એમની સંમતિ લઈને કતલખાનેથી છો છોડાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org