________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૩] આખી ભગવાન સાથે એકાકારભાવે ગાળી—જાણે ત્યાં ધ્યાતા ને ધ્યેય સિવાય કેઈનું અસ્તિત્વ જ ન રહ્યું.
એ વખતની એકાગ્રતાને ચરિત્રનાયક ઘણીવાર–ખાસ કરીને, અંજનશલાકાને પ્રસંગ હોય ત્યારે—-અચૂક યાદ કરતા, ને કહેતાઃ “એ વખતે જેવી એકાગ્રતા આવી, એવી હવે ક્યાં આવે છે? હવે તે ઉંમર થઈ છે અને શરીર થાકયું છે.”
અને કહેવું જોઈએ કે, સૂરિસમ્રાટ ને એમના આ બે શિષ્યની સાત્વિકતાના પ્રતાપે, અંજનશલાકા નિષ્પદ્રવપણે પૂરી થઈ.
સાદું તત્ત્વજ્ઞાન “દીક્ષાર્થીના કુટુંબીઓની રજા હોય, તે જ એને પાસે રાખવે, અને તે જ એને દીક્ષા આપવી.
કુટુંબીઓ દીક્ષાર્થીને લાવે કે ઘરે લઈ જાય, તે એને તરત જ મસ્તી આપ; એક મિનિટ પણ પાસે ન રાખે.
દીક્ષા લેતાં પહેલાં દિક્ષાર્થી કે એનાં સગાં-વહાલાં આપણી પાસે કાંઈક અપેક્ષા રાખે, તો એવાંને કોઈ દિવસ રાખ નહિ, તેમ દીક્ષા આપવી નહિ.
દીક્ષા માટે કોઈને ક્યારેય ભગાડવા પ્રયત્ન ન કરે, તેમ ઉપદેશ પણ ન આપો. સામેથી ભાવના કરીને, રજા લઈને, આવે તે જ પાસે રાખવે.”
–દીક્ષા બાબતમાં આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીનું આ જગનિરાળું, છતાં સાદું તત્ત્વજ્ઞાન હતું. અને એ એમણે જીવનભર આચર્યું હતું. આનું પરિણામ દેખાવે જરા વિચિત્ર લાગે એવું ખરું, પણ એમાં ઊંડા ઊતરીએ તે થાય કે “જે થયું તે બહુ સારું થયું.'
એક વાર ત્રણેક મુમુક્ષુ કિશેરે એમની પાસે આવ્યા, રહ્યા, ભયા-ગાણ્યા, ને એમની મૂક પ્રેરણા પામીને એમને દીક્ષાની ભાવનાય જાગી. પણ, એમને દીક્ષા ન આપી એમાં કારણ બન્યું એમનું દીક્ષા સંબંધી આ સાદું તત્ત્વજ્ઞાન,
એમના મુખ્ય શિષ્ય હતા પંન્યાસ શ્રી સેમવિજયજી ગણિ. ખૂબ સરળ, ભદ્ર પ્રકૃતિના ને સેવાભાવી એ સાધુ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org