________________
[ ૪૨ ]
આ. વિન જૈનસૂરિ-સ્મારકત્ર થ ઉપદ્રવા થયેલા, એમ કહેવાતુ. એ પછી લાકા અ’જનશલાકાના નામથી ભડકતા; પ્રાયઃ તા થઈ જ નહોતી.
અર્વાચીન યુગમાં એના પુરસ્કર્તા બનવાનું માન સૂરિસમ્રાટને ફાળે જાય છે. કદમ્બગિરિતીમાં મહાવીરસ્વામીનું દેરાસર તૈયાર થયું, તે એની પ્રતિષ્ઠા વખતે સ. ૧૯૮૯માં, અંજનશલાકા કરવાનું એમણે જાહેર કર્યું. અંજનશલાકા ઘણાં વર્ષે થતી હોઈ હજારા લેાકેાએ એનો લાભ લેવા માંડયો. જોકે, અમુક વગે તેા પ્રચારવા માંડયુ· હતું કે · માટે ઉપાડે અંજનશલાકા કરવા નીકળ્યા છે, પણ ખરાબરના હેરાન થવાનાં છે!' પણ, એમના નૈષ્ઠિક બ્રહ્મતેજને અને વિધિવિધાનની વિશુદ્ધિને લેાકેા ખરાખર જાણતા હતા, એટલે કાઈને અશ્રદ્ધા ન જન્મી.
આ માટે પૂરા ખાવીસ દિવસનો ઓચ્છવ મડાયા હતા અને એનાં દર્શન કરવા પચીસેક હજારની મેદ્દની ઊમટી હતી. અને, ‘સાંકડા ભાઈ પના દહાડા એ ઉક્તિ પ્રમાણે, જોત જોતામાં અંજનશલાકા આડા એક જ દિવસ બાકી રહ્યો.
એ દહાડે, રાતના વખતે, એકાએક, જોરદાર વાવાઝોડુ ધસી આવ્યું. તંબૂ, રાવટી, શમિયાણા ને માંડવા વેરિવખેર થઈ ગયાં. લાકાના સરસામાન પણ અસ્તવ્યસ્ત થયા. ભારે બિહામણું વાતાવરણ સરજાયું. પણ, આમાં અચ્છેરુ· તે એ થયુ· કે, આટલા માટા વટાળિયા આવી પડવા છતાં, લેાકેાને જાણે એની ખબર જ ન હોય એમ એ પાતાની જગાએ ઊંઘતા જ રહ્યા. તબૂ-રાવટી ઊડી ગયાં, તાય સૂનારા તા એફ્રિકરપણે સૂતાં જ રહ્યાં.
થાડીવારે વટાળિયા શમ્યા, એટલે સૂરિસમ્રાટે પડખે સૂતેલા ફૂલચંદભાઈ ને ખૂમ પાડી : “ અલ્યા ફૂલચ'દ ! જાગે છે કે ? ”
એ ઊઠીને આવ્યા. કહે : “ક્રમાવા સાહેબ! જાગુ ....”
“જા, બધે તપાસ કરી આવ, બધું ખરાખર છે ને ? ’’
એ ગયા. પ્રતિમાવાળા મડપ સિવાય બીજા મડામાં અને તબૂ-રાવટીઓમાં બધે જોઈ આવ્યા. આવીને એમણે સબ સલામત’ની વધામણી આપી; ભેગુ` કહ્યું :
66
પ્રતિમાવાળા મંડપમાં જઈ શકયો નથી, સાહેબ ! ”
સૂરિસમ્રાટ કહે : “ જા, નન્દનસૂરિને ઉઠાડ.”
ઉઠાડવ્યા. એમને કહે : “તું ને ફૂલચંદ પ્રતિમાવાળા મડપમાં જઈ આવો.” તરત ગયા. બધે જોયું. એક હજારમાંથી એકેય પ્રતિમાને ઊની આંચ સરખી નહાતી આવી. બધાંને નિરાંત થઈ.
આ પછી તેઓ ( ચારિત્રનાયક ) તથા પૂ. આચાર્ય વિયાયસૂરિ મહારાજ અને પ્રતિમામ‘ડપમાં ગયા, ત્યાં દરવાજા અંધ કરીને બંનેએ એકાગ્ર મને જાપ આદર્યાં. રાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org