________________
[૩૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ
૧૬
જ્યોતિષ અને શિલ્પના જ્ઞાતા તિષ અને શિલ્પશાસ્ત્રમાં આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીની નિપુણતા આગવી હતી; અને એ એમના અનુભવજ્ઞાનના પરિપાકરૂપે હતી.
આ બંને શાસ્ત્રોને એમણે અભ્યાસ કર્યો ન હતો; પણ, સૂરિસમ્રાટના તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજના સતત સાંનિધ્યના પ્રતાપે તેમ જ નિજાભ્યાસથી આ બંને વિષયનાં અગાધ જ્ઞાન અને વિવિધ અનુભવ એમને સાંપડ્યાં હતાં. એ અનુભલેને એમની તીવ્ર બુદ્ધિએ ખૂબ પચાવ્યા હતા. જોતિષમાં આરંભસિદ્ધિ, મુહૂર્તમાર્તડ, મુહૂર્તચિન્તામણિ, દિનશુદ્ધિદીપિકા વગેરે, તથા શિલ્પમાં શિલ્પરત્નાકર, વાસ્તુસાર, દીપાર્ણવ વગેરે અનેક ગ્રન્થનું ઊંડું પરિશીલન આપમેળે કર્યું હતું. આ બધા ગ્રન્થો એમણે લગભગ આત્મસાત્ કર્યા હતા તે એટલે સુધી કે મુહૂર્તના કોઈ પણ ગુણ-દેષ કે ગ્રાહ્યતાવર્યતાની વાત આવે, ત્યારે એના પોષક, વિરોધી કે અપવાદના પાઠો ક્યા ગ્રન્થમાં ક્યાં છે, તેનાં રહસ્ય શું છે, તેને પૂરો ખ્યાલ તેમના મગજમાં સતત રહેતો હતે.
પંચાંગ જેવાની અને સૂકમ ગણિત કરવાની એમની પદ્ધતિ અતિશય સરળ છતાં એટલી જ વિલક્ષણ હતી.
શિલ્પ બાબતમાં એમની સૂમ નજર ભલભલા નિષ્ણાત શિલ્પી, સેમપુરા કે ઈજનેરેનેય વિસ્મિત કરતી.
સૂરિસમ્રાટ પાસે કોઈ પણ મુહૂર્ત લેવા આવે, તો તેઓ તે આવનારને જ્યોતિષીને સાથે લાવવા સૂચવતા. એ આવે એટલે પૂ. આચાર્ય શ્રી વિજયે દયસૂરિજીને ને શ્રી વિજયનન્દનસૂરિજીને બોલાવીને મુહૂર્ત જોવાનું કહેતા. તેઓ મુહૂર્ત નક્કી કરીને કહે, એની પિતે ચકાસણી કરીને જ્યોતિષીને કહેતા. અને કાયમ માટે એક વાત ચોક્કસ હતી કે ગમે તે જોતિષી એ મુહૂર્તને શ્રેષ્ઠ ને નિર્દોષ તરીકે અવશ્ય સ્વીકારતા જ. ઘણીવાર જ્યોતિષી પણ એ જ મુહૂર્ત કહેવાના નિર્ણય પર આવતા હોય ને એમના તરફથી પણ એ જ મળે. ને ઘણીવાર તે જ્યોતિષીએ જોયેલા મુહૂર્ત કરતાં એમનું મુહૂર્ત શ્રેષ્ઠ ઠરતું.
એમની મુહૂર્ત અંગેની સૂક્ષ્મ દૃષ્ટિ ને ચોકસાઈથી ઘણા નિષ્ણાત જ્યોતિર્વિદ પંડિત પણ પ્રભાવિત થતા. આ અંગે વધુ આગળ જોઈશું.
મુહર્તા ગે તેઓ જરૂર પડે તે નિર્ણયસિંધુ' અને એવાં ઈતર ધર્મશાસ્ત્રોને પણ ઉપયોગ કરતા.
તિષનું આટલું બધું જ્ઞાન, છતાં એ એમણે માત્ર મુહૂર્ત પૂરતું જ અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org