________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૫] આમ છતાં શ્રી વિજયનન્દનસૂરિજીના જીવનમાં આડંબરનું કે અહંભાવનું તત્ત્વ ન પ્રવેશ્ય. એમનું જીવન તે સરળતાનાં નિર્મળ વહેણ જેવું જ રહ્યું. સાત્ત્વિક્તા, સરળતા ને નિરાડંબરતામાં એ સૂરીસમ્રાટની નાની આવૃત્તિ સમા હતા.
પણ, એમની નિરાબર, સરળ વૃત્તિને અવળો અર્થ કરીને એને ગેરલાભ કેટલાંક તોએ લીધો. દેખીતી રીતે જ આ ત તેજેષથી પ્રેરાયેલાં હતાં. એમણે વાત ચલાવી કે “આટલી ઓછી ઉંમર ને આટલા ઓછા દીક્ષાપર્યાયવાળા મુનિને—જેને વ્યાખ્યાન વાંચતાંય આવડતું હશે કે કેમ? એ શંકા છે, એને–આચાર્ય પદવી ન અપાય. આમાં તે સૂરિસમ્રાટે આંધળે શિષ્યમહ જ દેખાડ્યો છે. વ.”
જોકે, આ બધું સૂરીસમ્રાટ અને શ્રી નન્દનસૂરીજીના કાને માત્ર અથડાઈને પસાર થઈ જવા સિવાય કોઈ જ વિપરીત અસર જન્માવી શક્યું નહિ.
પણ, પિલાં તત્ત્વોએ પોતાની ઉશ્કેરણીની પ્રવૃત્તિ આગળ વધારી; એક સખી ગૃહસ્થને એમણે શ્રી નન્દનસૂરીજીની વ્યાખ્યાનશક્તિની કસોટી કરવા પ્રેર્યા. એ ગૃહસ્થ, ઘણું કરીને, મારવાડી હતા, સુખી હતા. એ એવા આગ્રહી પણ હતા કે “ગ્યને જ યોગ્ય પદવી મળવી જોઈએ, અગ્યને નહિ.” એટલે એમણે સૂરિસમ્રાટ પાસે આવીને વિનતિ કરી કેઃ નવા આચાર્ય મહારાજની વાણી સાંભળવી છે, માટે વિદ્યાશાળાએ મોકલવા કૃપા કરે.”
સુરિસમ્રાટને શું વાંધો હોય ? એ તો જાણે આવા અવસરની રાહ જ જોતા હતા. એમણે તરત આજ્ઞા કરી, ને શ્રી નન્દસૂરિજી તૈયાર થઈને ગયા વિદ્યાશાળાએ. ઘણીવાર, માણસની અને તેની શક્તિની વધારે પ્રસિદ્ધિ તેનાં વિરોધી તત્વ જ કરતાં હોય છે. એના પરિણામે ઊલટું પેલી વ્યક્તિની ખ્યાતિ વધી જાય છે. અહીં પણ એમ જ બન્યું. પહેલાં કટી ને પછી હાંસી કરવાના ઈરાદાથી પેલાં તએ આ વાતને સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો એટલે વિદ્યાશાળાએ મેદની માય નહિ એટલી ઊભરાઈ હતી.
નવા આચાર્યશ્રીએ તે પિતાની આગવી ને અનોખી શિલીથી નિરાંતે વ્યાખ્યાન આપ્યું. એ શિલીનું વર્ણન ને પ્રશંસા કરવા કરતાં એટલું જ જાણવું રસપ્રદ થઈ પડશે કે એ વ્યાખ્યાન જ્યારે પૂરું થયું, ત્યારે પેલા મારવાડી ગૃહસ્થ એટલા હરખઘેલા થઈ ગયા કે એમની પાસે તે વખતે જેટલા રૂપિયા હતા, તે બધા કાઢીને એમણે એ સભામાં ચોપાસ ઉછાળી દીધા. ને પછી શ્રી નંદનસૂરિજી પાસે જઈ, પગે પડીને પિતાની ધૃષ્ટતા કબૂલવા સાથે એમની ક્ષમા માંગી.
આ પછી, સં. ૧૯૮૩નું એ ચોમાસું સૂરિસમ્રાટની આજ્ઞાથી ને સંઘની વિનતિથી એમણે વિદ્યાશાળાએ ખૂબ ભવ્ય રીતે પસાર કર્યું. ત્યાં એમનાં વ્યાખ્યામાં પંડિત ફત્તેચંદ લાલન જેવા વિદ્વાન પણ ઘણીવાર આવતા.
સરળતાની આ સિદ્ધિ હતી. નિરાડંબરતા આનું રહસ્ય હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org