________________
[૩૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ ચરિત્રનાયક પણ દગડૂમલજીની શંકાઓનું હાર્દ બરાબર સમજી ગયા ને પછી ખૂબ જ સરળ પદ્ધતિએ એના ઉકેલ કહી બતાવ્યા. દગડૂમલને એથી ખરેખર સંતોષ થયે. એમણે કહ્યું : “બીજા ગમે તે કહેતાં ફરે, પણ આમના જેવા કર્મગ્રન્થના જ્ઞાતા બીજા કોઈ નથી.”
એમણે કરેલ જૈન આગમોના વાચન-અધ્યયનનું પણ આવું જ હતું. એને એમને ખૂબ શોખ. પિસ્તાળશે આગામે વાંચી ગયેલા. એ વખતે બધા આગમો ને એની ટીકાઓ મુદ્રણ નહિ પામેલી, એટલે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને મૂળ આગ ને ટીકાઓ વાંચતા. જ્યારે જ્યારે જે આગમના જેગ કરે, લગભગ ત્યારે ત્યારે તે આગમ વાંચી જાય.
એકવાર એવું બન્યું કે વ્યવહારસૂત્ર-ભાષ્ય સૌપહેલું છપાઈને બહાર આવ્યું. એની એકથી વધુ નકલ સુરિસમ્રાટ પાસે આવી. સૂરિસમ્રાટ એ વખતે મારવાડમાં હતા. એમણે એક પ્રતિ નંદનવિજયજીને આપીને કહ્યું : “નન્દન ! આપણે બેય વ્યવહાર સૂત્ર-ભાષ્ય જાતે વાંચીએ; જોઈએ, કાણુ પહેલું પૂરું કરે છે.”
સૂરિસમ્રાટને જેટલો રસ ને શેખ, એટલે જ એમને પણ. એમણે આ વાતને હોંશે વધાવી. ને બન્નેએ પિતાની જાતે વાંચવું શરૂ કર્યું.
સુરિસમ્રાટ વિસ દહાડામાં વાંચી રહ્યા. નંદનવિજયજીએ વેવીશ દહાડે પૂરું કર્યું.
આવું ઘણીવાર બનતું. આમ ને આમ એમણે પૂરું આગમસાહિત્ય વાંચી લીધું હતું.
એમનું વાચન, માત્ર વાચન જ ન રહેતું; એમાનો મહત્વને સારભાગ એમના માનસપટ પર આપમેળે અંકિત થઈ જતો. એ બધા સારભાગ એમને જીવનના અંત સુધી યાદ હતા.
આજના યુગમાં જ્યારે લોકે કાંઈ વાંચે છે ત્યારે, એમને જરૂરી ને ઉપયોગી લાગતી વાતોની નોંધ તેઓ નોંધપેથીમાં કરી લે છે–રખે એ ભૂલી જવાય ! પણ એમણે ક્યારેય એવું નહોતું કર્યું. એમનું મગજ જ એમની ટાંચણથી હતું. એમાં જ બધું નોંધાઈ જતું. આગમના પાઠો હોય, કે કર્મગ્રંથના ગહન-સૂક્ષમ સિદ્ધાંત હોય, ન્યાયના મૌલિક પદાર્થો હોય કે વ્યાકરણના વિશિષ્ટ ઉપયોગી અશ હોય, કે પછી સાહિત્યના ને અલંકારના ગ્લૅકેના લેકે હોય, એ બધા અનાયાસે એમની જીભ પર આવીને વસતા..
આ એમની એકાગ્રતા, એમની કેન્દ્રિત મનોદશાનો પ્રભાવ હતે. આવી એકાગ્રતાને કઈ શક્તિ ને વરે ? ને આવી શક્તિ આગળ કઈ સિદ્ધિ ન નમે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org