________________
[૨૫]
વાત્સલ્યનિધિ સંઘનાયક લાગતા એ ગુરુભગવંતના હૈયામાં દ્રાક્ષના ગર કરતાંય મીઠા હિતને ઝરે વહેતે હતો.” પિતાને આશરે આવેલા આવા જીવનું કલ્યાણ કેમ થાય, તેની સતત ચિન્તા એમને હૈયે હતી.
લોકો કહે છે: “સૂરિસમ્રાટ તે ભાઈ બહુ કડક. સાધુઓને ભણાવે ત્યારે ખૂબ કડકાઈથી વર્તે. તરપર્ણીના ઘડાના દેરાથી ને દંડાસણની લાકડીથીયે, કામ પડે તે, મારે! વચને પણ કેવાં કઠેર કહેતા કે “અલ્યા, વાણિયાના રોટલા મત ખાઓ છે, ને બરાબર નહિ ભણો ગણે, ને ચારિત્રની આરાધનામાં પ્રમાદ સેવશો, તો મરીને ભરુચના પાડા થશે.”
આ વાત ખરી છે. પણ, આ બધું કરવા ને કહેવા પાછળ સૂરિસમ્રાટની એક જ ઈચ્છા હતી કે આ બધા છો જે લક્ષ્ય સાધવા સાધુ થયા છે, તે લક્ષ્ય તરફ સદા સાવધાન રહે, ને તેની સાધના કરે. અને આ કઠોરતાનાં પરિણામ કેવાં મીઠાં-મધુરાં આવ્યાં, એ તે સમગ્ર સંઘને સુપરિચિત છે, આ મીઠાં પરિણામને યાદ કરીને એકવાર આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું હતું?
મોટા મહારાજ કહેતા હતા કે “અત્યારે ભલે અમારાં વચને તમને કઠેર લાગે. એનાથી ત્રાસ ભલે થાય. પણ એથી અત્યારે તમે અમારાં વચનો નહિ સાંભળે, તો પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચન સાંભળ્યા હશે તો જ તમે લકોને ઉપકાર કરી શકશે. નહિ તે–નહિ ભણે, નહિ ગણો, જ્ઞાનધ્યાન નહિ કરે તેમરીને ભરુચના પાડા થશે!” એમની આ વાતનો ભાવ સમજીને એ વખતે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તો અત્યારે તમારી આગળ બે શબ્દો ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તો એટલુંય ન કરી શક્ત.”
અને, સાધુઓને ભણાવવામાં ને ચારિત્રપાલનની બાબતમાં સૂરિસમ્રાટ જેટલા કડક દીસતા, એટલા જ કમળ તેઓ એમને સાચવવામાં, એમની સારસંભાળ કરતી વખતે બનતા. સાધુને ઊની આંચ ન આવે એની જેવી કાળજી એમને હતી, એવી કોઈને ન હતી. વા સમું કઠોર છતાં ફૂલ જેવું સુકોમળ એમનું હૈયું હતું.
આવા હૈયાની હેતાળ હૂંફમાં મુનિ નન્દનવિજયજી ત્વરિત વિકાસકૂચ કરવા લાગ્યા. પિતાની તીવ્ર બુદ્ધિશક્તિના બળે સંસ્કૃત વ્યાકરણ, ન્યાચના તથા જૈન સિદ્ધાંતના પ્રાથમિક ગ્રન્થોનું જ્ઞાન એમણે મેળવી લીધું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાથમિક ગ્રન્થ તેઓ સ્વયમેવ આ ચોમાસામાં જ વાંચતા થઈ ગયા.
સં. ૧૯૭૧નું ચોમાસું જાવાલ અને ૧૯૭૨નું સાદડીમાં રહ્યા. ત્યાં એમની શક્તિના વિકાસનું પહેલું ફળ નીપજ્યું: “તમાન” નામે ગ્રન્થરૂપે. તીર્થકરે, ગણધરે ને ગુરુવર્યોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org